આર્થિક ભીંસથી કંટાળી ઝેર ખાધુ : યુવાનને જૂનાગઢ ખસેડાયા

17 October 2020 01:38 PM
Junagadh
  • આર્થિક ભીંસથી કંટાળી ઝેર ખાધુ : યુવાનને જૂનાગઢ ખસેડાયા

જૂનાગઢ,તા. 17
ગતરાત્રિનાં કેશોદનાં યવાન ઝેરી દવા પી લઇ આપઘાતની કોશિષ કરતાં જૂનાગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે.
આ બનાવની કેશોદ પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદના શ્રીનગર વિસ્તારમાં રહેતો સાગર દિપકભાઈ બાલસ (ઉ.28) વાહનનો લે-વેચનો ધંધો કરતો હોય જેના ઉઘરાણીના પૈસા બાકી નીકળતા હોય જે નાણાની ભીંસ અને અન્યને ચુકવવાના હોય તેના કારણે ગત મોડીરાત્રિના સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે. ઝેરી દવા પીતા પહેલા સાગર દીપકભાઈ બાલસએ સ્યુસાઈટ નોટ પણ લખ્યાનું જાણવા મળેલ છે. હાલ જીવન મરણ વચ્ચે જૂનાગઢ સરકારી દવાખાને ઝોલા ખાઈ રહ્યાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement