રાજકોટ જિલ્લામાં 111 સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 3ર0 કોરોના કેસ : 19ના મોત

17 October 2020 01:20 PM
Rajkot Saurashtra
  • રાજકોટ જિલ્લામાં 111 સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 3ર0 કોરોના કેસ : 19ના મોત

જામનગર-ભાવનગર જિલ્લામાં થોડી રાહત : દર્દીઓ સાજા થવાના રેટમાં વધારો : જામનગર 74, જુનાગઢ ર8, ભાવનગર 13, અમરેલી રપ, સુરેન્દ્રનગર 19, ગીર સોમનાથ 11, દ્વારકા 9, બોટાદ 4, પોરબંદર 3 અને કચ્છ ર3 કેસ : રાજકોટ, જામનગર, પોરબંદર જિલ્લાઓમાં દર્દીના મોત

રાજકોટ, તા. 17
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના સંક્રમણ ઓકટોબર માસમાં યથાવત રહ્યું છે છેલ્લા ર4 કલાકમાં 3ર0 પોઝીટીવ કેસ સામે 3પ9 દર્દીઓ સાજા થયા છે. રાજકોટ જિલ્લામાં હજુ પણ કોરોના કેસની દરરોજ સદી નોંધાઇ રહી છે. ભાવનગર, દ્વારકા, બોટાદ, પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજકોટ પ, જામનગર 13 અને પોરબંદર 1 દર્દીનું મોત નોંધાયુ છે.
છેલ્લા ર4 કલાકમાં રાજકોટ 111, જામનગર 74, જુનાગઢ ર8, ભાવનગર 13, અમરેલી રપ, સુરેન્દ્રનગર 19, ગીર સોમનાથ 11, દ્વારકા 9, બોટાદ 4, પોરબંદર 3 અને કચ્છમાં ર3 પોઝીટીવ કેસ નોંધાયા છે.
રાજકોટ
રાજકોટ જિલ્લામાં હજુ પણ કોરોના રોજિંદી કેસ સદી વટાવી રહ્યા છે. છેલ્લા ર4 કલાકમાં વધુ નવા 111 પોઝીટીવ કેસ સામે 11ર દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. શહેરના 78 અને ગ્રામ્યના 33 મળી 111 પોઝીટીવ કેસ સાથે જિલ્લાનો આંક 1119ર પર પહોંચ્યો છે હાલ ખાનગી-સરકારી કોવિડ હોસ્પિટલમાં 1118 દર્દીઓ સારવાર હેઠળ છે. પાંચ દર્દીઓના મોત નોંધાયા છે સાજા થવાનો રેટ 86.89 ટકા રહ્યો છે.
ગીર સોમનાથ
ગીર-સોમનાથ જીલ્લાના ત્રણ તાલુકામાંથી 11 જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે જયારે સારવાર હેઠળના 18 દર્દીઓ સ્વાસ્થં થતા ડીસ્ચાજર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 1630 પર પહોંચેલ છે.
ગીર સોમનાથ જીલ્લાનના ત્રણ તાલુકાઓમાંથી 11 પોઝીટીવ કેસો આવેલ છે જેમાં વેરાવળના - 3, સુત્રાપાડાના - 3, ઉનાના - 3 તથા અન્ય જીલ્લાના ર મળી કુલ 11 પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના ર, સુત્રાપાડાના ર, કોડીનારના 4, ઉનાના 6, તાલાલાના 3 તથા અન્ય જીલ્લાના 1 મળી 18 દર્દીઓ સ્વેસ્થક થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.
પોરબંદર
પોરબંદર જિલ્લામાં નવા 8 પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક 737 નોંધાયો છે. હાલ 37 દર્દીઓ સારવાર હેઠળ છે.
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ તથા 19 પોઝીટીવ કેસ નોંધાયા છે 17 દર્દીઓ સાજા થતા રજા મળી છે.
બોટાદ
બોટાદ જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં રાહત જોવા મળી રહી છે. જિલ્લામાં વધુ 4 નવા કેસ સામે ર દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 13 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,563 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 8 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 11 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે 1 તેમજ ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે 1 કેસ મળી કુલ 2 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 16 અને તાલુકાઓના 13 એમ કુલ 29 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા
અપાઈ છે.
જિલ્લામા નોંધાયેલા 4,563 કેસ પૈકી હાલ 124 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,364 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.


Related News

Loading...
Advertisement