પરપ્રાંતીય માતાની વેદના રજૂ કરતી માં દુર્ગાની મૂર્તિ

17 October 2020 01:11 PM
Dharmik Off-beat
  • પરપ્રાંતીય માતાની વેદના રજૂ કરતી માં દુર્ગાની મૂર્તિ

મુંબઇ તા. 17 : સામાજીક એકતા માટે લોકમાન્ય તિલકે ગણેશોત્સવનો આરંભ અને પ્રસાર કર્યો હતો. આવું જ કંઇક પશ્ર્ચિમ બંગાળમાં નવરાત્રિનાં 10 દિવસ યોજાતી દુર્ગા પુજામાં જોવા મળે છે. જેમાં સમાજની વિવિધ ઘટનાઓ, ચિંતાઓ અને ચેતનાની અભિ વ્યકિત જોવા મળે છે. સામાન્ય રીતે પેટીયુ રળવા માટે પોતાના વતન અને પરિવારની દુરનાં સ્થળોએ મજુરી કરવા જતા પરિવારોની વ્યથા હૃદય વલોવી નાખે તેવી હોય છે. સગર્ભાવસ્થામાં આરામ કરવાના બદલે મજુરી કરતી મહિલાઓ તથા નવજાત શિશુની માતાઓનું દુ:ખ હચમચાવી નાંખે તેવુ હોય છે.
કોરોનાને લીધે આ વર્ષે આ પરપ્રાંતિય શ્રમિકોની હાલત ઘણી ખરાબ થઇ હતી. આ પરપ્રાંતિય મહિલા/માતા શ્રમિકોની હાલત લોકો સુધી પહોંચે તે માટે કલકતાના એક દુર્ગા પુજા મંડળે આ પ્રકારની મુર્તિ સ્થાપિત કરી છે.સ કલકતાના બેહાલા વિસ્તારની બારીશા કલબમાં પરપ્રાંતિય શ્રમિક મહિલાની મુર્તિ મંડપમાં સ્થાપવામાં આવશે.
આ મુર્તિ રિન્તુ દાસ નામના મુર્તિકારે રચી છે. સાડી પહેરેલી મહિલા શ્રમિકના હાથમાં નિ:વસ્ત્ર બાળક છે. અને તેની પાછળ ચાલતી બે નાનકડી બાળકીઓની મુર્તિઓ પણ છે.
આ મુર્તિ અંગે રિન્તુ દાસે જણાવ્યુ હતું કે સંતાનો માટે ભુખ-તરસ અને આકરો તાપ સહન કરે તે મહિલા નારી શકિતનું અદભુત રૂપ હોય છે.


Related News

Loading...
Advertisement