ગીર-સોમનાથ જિલ્લાના ટ્રક ચાલકોની હડતાળ દિવાળી સુધી મોકુફ : સાંસદ દ્વારા સફળ મઘ્યસ્થી

17 October 2020 01:10 PM
Veraval
  • ગીર-સોમનાથ જિલ્લાના ટ્રક ચાલકોની હડતાળ દિવાળી સુધી મોકુફ : સાંસદ દ્વારા સફળ મઘ્યસ્થી

ખાનગી કંપનીઓ સાથે બેઠક કરી ભાડા વધારા મુદ્દે નિવેડો લાવવાની ખાત્રી અપાઇ

વેરાવળ તા.17
ગીર સોમનાથ જીલ્લા માં ગઇ કાલે તા.16 થી ભાડા વઘારાની માંગણી સાથે ટ્રક હડતાલ શરૂ થવાની હતી તે પૂર્વે જ ટ્રક એસો. ની કમીટીના સભ્યો1 સાથે સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ મઘ્યથસ્થી કરી ટ્રક ચાલકોની માંગણી વ્યાભજબી હોય અને દિવાળી સુઘીમાં ભાડા વઘારો થાય તે માટે સંલગ્નત કંપનીઓ સાથે બેઠક કરી નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. જેને લઇ ટ્રક એસો.ની કમીટીએ હડતાલને હાલ મુલત્વીે રાખી દિવાળી સુઘી રાહ જોવાનું નકકી કર્યાનો નિર્ણય જાહેર કર્યો છે.
આ અંગે ટ્રક ચાલક વેલફેર એસો. ના પ્રવકતા સંજયભાઇ વાળાએ જણાવેલ કે, ટ્રક માલીકોને પડી રહેલ મુશ્કેેલીઓ અને માંગણીઓ સંદર્ભે કરાયેલ જાહેરાતના પગલે સોરઠના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ હજારો લોકોની રોજગારીને ઘ્યા ને રાખી હડતાલ થોડા સમય માટે મુલત્વીઠ રાખવા અપીલ કરી હતી અને માંગણીઓ સંદર્ભે ટ્રક એસો. ના કમીટી સભ્યોત સાથે બેઠક કરી પ્રશ્નો અને માંગણીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
આ બાબતે આગામી દિવસોમાં સાંસદ મઘ્યીસ્થીભ કરી જીલ્લાથની ત્રણેય કંપનીઓના જવાબદારો સાથે વાટાઘાટો કરી ટ્રક માલીકોને રાહત મળે તે માટે ઘટતુ કરવા પ્રયત્ની કરશે તેવી ખાત્રી આપી છે. આ બેઠકમાં ટ્રક માલીકોને દિવાળી સુઘી રાહ જોવા અને હાલ હડતાલ મુલત્વીથ રાખવા સાંસદે અપીલ કરેલ જે અંગે ટ્રક એસો. ના કમીટી સભ્યોહએ સાંસદની વાતને સમર્થન આપી દિવાળી સુઘી હડતાલ મોકુફ રાખવાનો નિર્ણય કરેલ હોવાનું જણાવેલ છે.


Loading...
Advertisement