નવી કારના સેફટી ફીચર્સ મનને શાંતિ આપનારા

17 October 2020 01:06 PM
India Technology
  • નવી કારના સેફટી ફીચર્સ મનને શાંતિ આપનારા

લેટેસ્ટ કોલિઝન એવોડેન્સ, ટ્રેકશન કંટ્રોલ અને ડ્રાઈવર આસિસ્ટ સિસ્ટમ તમારી કારને છેલ્લી ઘડીએ અકસ્માતથી બચાવી લેશે

મુંબઈ : અત્યાર સુધી ઓટોમોબાઈલ સેફટી એટલે સીટબેલ્ટ અને બે એરબેગ પરંતુ હવે વાહનની અંદર અને બહાર લોકોની સુરક્ષા માટે કેટલીય ટેકનોલોજી આવી છે. તમારી કારમાં સિસ્ટમ હોવા છતાં તમો ન જાણતો હો એવું બની શકે.
ઇલેક્ટ્રોનિક સ્ટેબિલીટી કંટ્રોલથી દરેક વ્હીલને બ્રેક લાગે તે રીતે બ્રેકિંગ સધારવા અને પલટી ન જાય એ માટે જોગવાઈ રાખવામાં આવી છે. એવી જ રીતે ટ્રેકશન કંટ્રોલ લીસી સપાટી પર બેકાબુ બની વ્હીલ ફરે તેવી શક્યતા નાબુદ કરે છે. એન્ટી-લોક બ્રેક્સ સ્ટોપિંગ ડિસ્ટન્સ ઘટાડે છે અને કંટ્રોલ વધારે છે. રિવ્યુ કેમેરા તમારી કાર પાછળ છુપાયેલા નાના બાળકો પર પણ નજર રાખે છે. આજના સમયમાં આવા સાધનો ફરજીયાત બન્યા છે.
ટેકનોલોજી હવે એનાથી પણ આગળ વધી છે. દાખલા તરીકે ઇન્ટરમિનન્ટ સીટ વાઈબ્રેશન નવી કેડિલેકમાં ડ્રાઈવરને સચેત કરશે. આ સિસ્ટમમાં લેન ડિપાર્ચર સિસ્ટમ કુશન બઝ કરે છે. આવા ફીચર્સ ઓળખાય છે. હોન્ડામાં આવા સેફટી ફીચર્સ અમુક મોડેલમાં જ પ્રાપ્ય છે. મોટાભાગની આવી એક્ટિવ ઇલેકટ્રોનિક સેફટી ટેકનોલોજીમાં સેન્સર, રડાર અને કેમેરાનો ઉપયોગ થાય છે.
એમાં રાહદારી અને સાઈકલિસ્ટ જોઇને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેક લાગી જાય છે. એવી જ રીતે રાહદારીઓને વહેલા જોઇ શકે તેવી ઓટોમેટીક હાઈ બીજા રેડલાઈટ, લેન-કિપીંગ આસિસ્ટ (રોડ સ્ટ્રિપની વચ્ચે વાહન રાખવામાં મદદરુપ) બ્લાઇન્ડ સ્ટોપ વોર્નિંગ અને રીઅર ફોલ-પથ ડીરેકશન, જે તમને પાછળથી આવતા ટ્રાફિક અને તમે વાહન થોભાવો એ પહેલાં રાહદારીઓની જાણ કરે છે.
ઓટોમેકર્સ આવા સેફટી ફીચર્સ એકસાથે આપી તમામ કાર અને કોલઓવર્સમાં સ્ટાન્ડર્ડ બનાવી રહ્યા છે. જો કે નામ અને ફીચર્સ અલગ હોય શકે. ફોર્ડ કો-પાઈલટ 360, હોન્ડા સેન્સિંગ, નિસાન પ્રોપાઈલટ આસિસ્ટ, સુબારુ આયસાઈટ અને ટોયોટા સેફટી સેન્સ નામે આવા ફીચર્સ ઓળખાય છે. હોન્ડામાં બ્લાઇન્ડ સ્યોર ઇન્ફોર્મેશન સિસ્ટમ છે જ્યારે જનરલ મોટર્સ તેને લેન ચેન્જ એલર્ટ કરે છે.
આ વાત થઇ કારની બહારના દ્રશ્યની. હવે કારની અંદર પણ ક્રમ્પલ ઝોન વધુ સોફિસ્ટિકેટેડ બન્યા છે. અલ્ટ્રા હાઈ સ્ટ્રેન્ગલ સ્ટીલ અગાઉ કરતાં મુસાફરોને વધુ સુરક્ષિત રાખે છે. મોટાભાગના લોકો માને છે કે તે લેટેસ્ટ કારમાં બે એરબેગ છે. સામાન્ય રીતે 6 કોમન છે. કેટલાક પ્રિમીયમ વાહનોમાં ની (ઘૂંંટણ) અને સીટ કુશન એરબેગ હોય છે, જે કારમાં બેસનારાને અકસ્માત સમયે યોગ્ય રીતે બેસાડે છે.
ઝોકું ખાતી વખતે અથવા ધ્યાન ફૂટપાથ પર પડી જતાં મોટાભાગના કાર અકસ્માતોમાં ખુવારી થાય છે. ડ્રાઈવર, એટેન્સન સિસ્ટમ સ્ટીયરીંગ વ્હીલની મૂવમેન્ટનું મોનિટરીંગ કરી અથવા પાઈલટ પર નજર માંડતા કેમેરા રાખવામાં આવ્યા છે. લેપ-કીપ આસસ્ટિ પણ મદદરુપ બને છે. સામાન્ય રીતે નવા ફીચર્સ લકઝુરિયસ કારથી શરુ થાય છે અને પછી એફોર્ડેબલ વાહનોમાં પણ આવે છે. આવા ફીચર્સમાં ટી-બોન ટક્કર ટાળવા માટેની ટેકનોલોજી સામેલ છે. ડાબે વળાંક લેતી વખતે નવીનતમ હુન્ડાઈ સોનારા અને ઇલાન્ત્રા સીડાનમાં સેન્સર આવતી કારને ડીટેક્ટ કરી ઇમ્પેક્ટ ટાળવા આપોઆપ બ્રેક મારે છે.આ બધી ટેકનોલોજી છતાં સંપૂર્ણ ધ્યાનમગ્ન અને એલર્ટ ડ્રાઈવ એકમાત્ર અસરકારક ફીચર છે.


Related News

Loading...
Advertisement