ગીર-સોમનાથમાં ચોરાઉ મુદામાલ સાથે ઉનાનો એક શખ્સ ઝડપાયા

17 October 2020 01:05 PM
Veraval
  • ગીર-સોમનાથમાં ચોરાઉ મુદામાલ  સાથે ઉનાનો એક શખ્સ ઝડપાયા

વેરાવળ તા.17
ગીર-સોમનાથ એસ.ઓ.જી.બ્રાંચે મોટર સાયકલના ચોરીવાય એન્જીનો તથા ચેસીસ મળી કુલ રૂા.ર3,પ00 ના મુદામાલ સાથે ઉનાના એક શખ્સને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગીર-સોમનાથ એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એલ.વસાવા, પી.એસ.આઇ. વી.આર.સોનારાના માર્ગદર્શન હેઠળ હે.કો. એસ.પી.ચાવડા, આઇ.બી.બાનવા, કે.જે.પીઠીયા, પો.કો. મેહુલસિંહ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે ઉના ખાતે સર્કીટ હાઉસની બાજુમાં રહેતો ફારૂક અલ્લારખા મંસુરી ઉ.વ.ર4 ની ત્રણ હોન્ડા કંપનીના એન્જીન કીં.રૂા.6 હજાર તથા એન્જીનના પડીયા ચાર કીં.રૂા.1 હજાર, ખુલેલા એન્જીનના પડીયાના નંબર ચેકેલા નંગ રર કીં.રૂા.પપ00 તથા અન્ય પડીયા નંગ 40 કીં.રૂા.દસ હજાર તેમજ ચેસીસ નંગ ર મળી કુલ રૂા.ર3પ00 ના મુદામાલ સાથે ઝડપી લીધેલ જયારે વધુ તપાસ ઉના પોલીસે હાથ ધરેલ છે.


Loading...
Advertisement