જુનાગઢમાં નવરાત્રીની આરતી માટે મંજુરી લેવાના નિયમો સામે આયોજકોમાં રોષ

17 October 2020 01:02 PM
Junagadh Dharmik
  • જુનાગઢમાં નવરાત્રીની આરતી માટે મંજુરી લેવાના નિયમો સામે આયોજકોમાં રોષ

વણઝારી ચોકમાં આરતી બાદ સોશ્યલ ડિસ્ટન્સ સાથે એક રાસ લેવાશે : માઇક વિના આરતી-પૂજા

જુનાગઢ, તા. 17
આજે આદ્યાત્મિક મા જગદંબાના નવલા નવરાત્રીના પ્રારંભ થઇ ચુકયો છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના સંક્રમણના કારણે પરંપરા તુટી પડી છે. માત્ર આરતી જ કરવાની મંજુરી આપવામાં આવી છે તે પણ એક કલાકમાં જ પુરી કરવાની રહેશે. આરતી માટે પણ મંજુરી લેવાનો નિયમ જુનાગઢમાં હોવાથી ભારે રોષ ફેલાયો છે.
જુનાગઢમાં વણઝારી ચોકમાં માતાજીની આરતી બાદ એક રાસ સોશ્યલ ડિન્ટન્સ સાથે મર્યાદિત સંસ્થામાં બાળાઓ જગદંબા બની ચાચર ચોકમાં એક રાસ લેશે જ્યારે પ્રાચીન નરસિંહ મહેતાના ચોરાની ગરબીમાં માઇક વગર જ આરતી જ થશે શહેરોમાં તેમજ ગામડે ગામડે મહોલ્લામાં માત્ર આરતી જ કરવામાં આવશે તેમાં પણ માઇક વિના જ આરતી કરવામાં આવશે આમ કોરોનાની મહામારી વચ્ચે માના નવલા નવરાત્રી પ્રથમ વખત સાવ નિરસ જોવા મળશે માતાજીના ગરબા સાથે ઘુમતી બાળાઓ આ વર્ષે જોવા નહી મળે તેનો રંજ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે.


Related News

Loading...
Advertisement