ઉપલેટાના જૂગાર પ્રકરણમાં પી.આઇ., જમાદાર સહિત સાત પોલીસ કર્મચારીઓ સામે કોર્ટમાં ફરિયાદ

17 October 2020 12:55 PM
Dhoraji Crime
  • ઉપલેટાના જૂગાર પ્રકરણમાં પી.આઇ., જમાદાર સહિત સાત પોલીસ કર્મચારીઓ સામે કોર્ટમાં ફરિયાદ

જૂગાર રમતા ન હોવા છતા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતનાને ખોટી રીતે ફીટ કરાતા કાનુની કાર્યવાહી

ઉપલેટા તા. 17 : થોડા દિવસ પહેલા ઉપલેટાના કૈાશનગરમાં આવેલ જેશાભાઇ ડેરના તબેલામાં જમવાના પ્રોગ્રાામમા એકઠા થયેલ શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ, નગર પાલીકાના સદસ્યના પતિ ભાયાભાઇ વસરા, નગરપાલીકાના પુર્વ સદસ્ય નારણભાઇ ચંદ્રવાડીયા, જેશાભાઇ ડેર આહિર આગેવાન, જેઠાભાઇ પીંડારીયા, ભીમાભાઇ બારૈયા, નિમેષ ચંદ્રવાડીયા, મયુર ડેર, અને હિરાભાઇ પરમાર બેઠા હતા.
તે દરમ્યાન ઉપલેટા પોલીસના ચાર કોન્સટેબલ આવીને તમે જુગાર રમવા ભેગા થયા છો ? જયાં બેઠા છો ત્યાંજ બેઠા રહેજો એમ કહી પીઆઇ રાણાને ફોન કરતા તેઓ પણ જેસાભાઇના તબેલે આવેલ અને સાથે રહેલ પોલીસ કોન્સટેબલ ને જણાવેલ કે આ લોકોના ખીસ્સામાં જે હોય તે લઇ લો અને તમામને પોલીસ સ્ટેશને લઇ જાઓ ત્યાર બાદ પીઆઇ રાણા ચાલ્યા ગયા.સ બાદમાં પોલીસની બે ગાડીઓ બોલાવી આ વ્યકિતને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં લઇ જઇ તેઓની સામે રાત્રે જુગારધારા અંગેના કેસ કરી બેસાડી દિધેલ બાદમાં બીજા દિવસે રાત્રે 8-00 કલાકે જામીન આપી ફરીથી 110 કલમ હેઠળ ગેરકાયદેસર અટકાયત કરી 48 કલાક માટે પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર બેસાડી રાખેલ હતા.
આ અંગે જુગારમાં ફીટ થયેલ આરોપીઓએ છુટયા બાદ પત્રકાર પરીષદ યોજી, પ્રીન્ટ અને ઇલેકટ્રોનીકસ મીડીયામાં પોતાની ઉપર થયેલ બનાવની વિગતો આપતા આ પ્રેસ કોન્ફરન્સનો વિડીયો શહેરમાં વાઇરલ થયેલ હતો. આ બનાવ બાદ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ એ ઉપલેટા કોર્ટમાં ઉપલેટાના પીઆઇ કે.જે. રાણા, હેડ કોન્સટેબલ જયંતીભાઇ એસ. ઝાપડીયા, પો.કો. વાસુદેવસિંહ ઘનશ્યામસીંહ, બ્રિજરાજસીંહ, ભરતસીંહ, મહેષભાઇ, જયંતીભાઇ રાજેન્દ્રસીંહ અજયસીંહ તથા જગદીશભાઇ, ધીરૂભાઇ સામે ઉપલેટા કોર્ટમાં આઇપીસી ની કલમ 166-19ર-193-ર11-ર19-રર0-ર69-ર70-340-34ર-38પ-386-387-441-444-447-4પ6 મુજબ જુદીજુદી 17 કલમો લગાડી કેસ દાખલ કરતા તા. ર3-10 ના કોર્ટ આ અંગે નિવેદન લેવા તારીખ આપેલ છે.
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇએ જણાવેલ હતુ કે બનાવના સ્થળે પોલીસ અડધા કલાકથી વધુ રોકાઇ નથી બનાવના સ્થળે પંચનામુ કરેલ નથી. રૂપીયા અમારા ખીસ્સામાંથી કાઢીને રમતના બતાવેલ છે. પોલીસ સ્ટેશનમાં જામીન આપવા છતા 48 કલાક ગેર કાયદેસર બેસાડી રાખેલ હતા. આ ઉ5રાંત જે નવ સામે ગુન્હો પોલીસે દાખલ કરેલ છે. તેમા બે પિતા-પુત્ર છે બે સગા વેવાઇ છે. બે પિતરાઇ ભાઇઓ છે. સામાજીક રીતે પણ પિતા-પુત્ર કે બે સગા વેવાઇ જુગાર રમે નહિ પણ આ બનાવમા તાજેતરમાં ઉપલેટા નગરપાલીકામા ભાજપનું શાશન હતુ. તેમની પાસે ર8-ર8 સભ્યો હોવા છતા ભાજપની નગરપાલીકા તુટી અને તે તોડવામાં શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે કૃષ્ણકાંત ચોેટાઇ મહત્વની ભુમીકા ભજવી હોય. ભાજપના આગેવાનોના ઇસારે અમારી સામે ખોટા જુગારના કેસ થતા અમારે ન્યાય મેળવવા કોર્ટનો આશરો લેવો પડયો હોવાનું જણાવેલ હતુ.


Related News

Loading...
Advertisement