વર્ચ્યુઅલ એન્જીનીયરીંગ પ્રદર્શનમાં સોમનાથ મંદિર ટ્રસ્ટનો સ્ટોલ : કાલે મંત્રોચ્ચારથી પ્રારંભ

17 October 2020 12:50 PM
Veraval
  • વર્ચ્યુઅલ એન્જીનીયરીંગ પ્રદર્શનમાં સોમનાથ મંદિર ટ્રસ્ટનો સ્ટોલ : કાલે મંત્રોચ્ચારથી પ્રારંભ

વેરાવળ તા. 17 : આજની વૈશ્ર્વિક મહામારીના સમયમાં ધંધા રોજગારના પ્રગતિશીલ વિકાસ માટે ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા નંદીની ઇન્ડીયા પ્રા.લી. દ્વારા આગામી તા. 18-10 થી ર0-10 એમ ત્રણ દિવસ માટે ઓનલાઇન ર4 કલાક માટે દેશનું પ્રથમ વર્ચુઅલ એન્જીનીયરીંગ પ્રદર્શનનો પ્રારંભ કરી વર્ચુઅલ પ્રદર્શનની પહેલ કરવામાં આવી છે. ત્યારે આ પ્રદર્શનમાં બાર જયોતિર્લિંગ પૈકીના પ્રથમ જયોતિર્લિંગશ્રી સોમનાથ દ્વારા આ પ્રદર્શનમાં સ્ટોલ રાખી આ વર્ચુઅલ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવનાર છે.
અત્યારના સાંપ્રત સમયમાં આધુનિકરણમાં ભગવાન સોમનાથનું મંદિર, શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહયુ છે. ગત શ્રાવણમાસમાં શ્રધ્ધાળુઓ ભાવિક ભકતજનો ભગવાન સોમનાથના દર્શન સંકલ્પ વિગેરે ઘરબેઠા કરી શકે તે માટે ડીઝીટલ પ્લેટોફોર્મથી લાઇવ, દર્શન, લાઇવ આરતી, ઇ-સંકલ્પ પુજા વીગેરે જેવા આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા અને ફેસબુક, ટવીટર, વોટસઅપ, યુટયુબ, સોમનાથ યાત્રા એપ, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કરોડો ભાવિકોને દેશ તથા વિદેશમાં દર્શન કરાવ્યા હતા.
આ વર્ચુઅલ એન્જીનીયર પ્રદર્શનનો પ્રારંભ આગામી તા. 18-10 થવાનો છે. ત્યારે આ પ્રદર્શનનો પ્રારંભ પણ સોમનાથ ટ્રસ્ટના પુજારીઓ દ્વારા મંત્રોચ્ચારથી કરવામાં આવનાર છે. આ વર્ચુઅલ પ્રદર્શનની મુલાકાત લેવા માટે www.nandiniindia.in વેબસાઇટ પર વિઝીટરે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવીને અમારા આ વર્ચુઅલ સ્ટોલની મુલાકાત અને અમારી સાથે વાતચીત અને સંપર્ક પણ કરી માહિતી પણ મેળવી શકાશે.


Loading...
Advertisement