સર્જરી વિના બિમારીને માત આપતો અનિલ કપૂર

17 October 2020 12:47 PM
Entertainment
  • સર્જરી વિના બિમારીને માત આપતો અનિલ કપૂર

મુંબઇ, તા.17
ફિલ્મ અભિનેતા અનિલ કપૂર ઘણા વર્ષોથી પગની પાનીની ઉપરના ભાગમાં સ્નાયુની બિમારીથી પીડાતો હતો. સર્જરી સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હતો, આમ છતાં તેણે સર્જરી વગર આ બિમારીમાંથી મુક્ત થયાનું જણાવ્યું છે તેણે પોતાનો દોરડા કુદતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, ‘હું છેલ્લા 10 વર્ષથી પાનીની ઉપર સ્નાયુની બિમારી એવી એક્લિઝ ટેન્ડથી પીડાતો હતો. દુનિયાના તમામ તબીબોએ મને આ માટે સર્જરી સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોવાનું જણાવ્યું હતું. જો કે ડોકટર મુલરે વિવિધ કાયાકલ્પની ટ્રિટમેન્ટ આપી હતી. એ પહેલા હું લંગડાતો હતો, બાદમાં ચાલતો અને દોડતો થયો અને હવે ફાઇનલી દોરડા કૂદવા લાગ્યો છું. એ પણ કોઇ સર્જરી વગર.’


Related News

Loading...
Advertisement