સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર

17 October 2020 12:21 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચાર


ગોંડલ આસ્થાનું કેન્દ્ર શ્રી આશાપુરા માતાજીનું મંદિર નવરાત્રી દરમ્યાન ભક્તજન માટે ખુલ્લું મુકાશે
ગોંડલમાં હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર શ્રી આશાપુરા માતાજીનું મંદિર કોરોના મહામારી ના કારણે દર્શન બંધ હતા પરંતુ નવરાત્રી દરમ્યાન તા.17/10/2020 થી 22/10/2020 સુધી સવારે 8 થી બપોરના 12 સુધી દર્શન ખુલા રહેશે .આ સાથે તા.23/10/2020 ના અષ્ટમીના દિવસે હવનના દર્શન સવારે 11 થી 1 વાગ્યા સુધી રહેશે. કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી મંદિરનો મુખ્ય દ્વાર બંધ રહેશે. દર્શનાર્થી પટાંગણમાંથી દર્શન કરી શકાશે. દર્શનાર્થી એ ફરજિયાત માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું તથા સેનેટાઇઝ તથા હાથ ધોવા માટે હેન્ડ વોશની મંદિર તરફ થી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.


વિખ્યાત ભુવનેશ્વરી મંદિરે ગરબી બંધ:અનુષ્ઠાન દર્શન પુર્વવત
આગામી નવરાત્રીના ભારતભરમાં પ્રસિધ્ધ શ્રીભુવનેશ્વરી મંદિર ખાતે કોરોના ને કારણે પ્રતિ વર્ષ યોજાતી પરંપરાગત ગરબી બંધ રખાઇ છે.માઁઇ ભકતો દ્વારા બેઠાં ગરબા ગવાશે.શ્રી ભુવનેશ્વરી પીઠ નાં આચાર્ય પુ.ઘનશ્યામજી મહારાજ દ્વારા જણાવાયું કે દેશ ની શક્તિપીઠો પૈકી ભુવનેશ્વરી પીઠ ખાતે નવરાત્રી નું ખાસ્સું મહત્વ હોય છે.પરંતું વતઁમાન સમયમાં કોરોના ને ધ્યાને લઇ માત્ર જુજ ભકતો દ્વારા અનુષ્ઠાન કરાશે.સોશ્યલ ડિસ્ટન્સ સાથે અષ્ઠમી નો હવન યોજાશે.ભુવનેશ્વરી મંદીર પણ રોજીંદા ક્રમ મુજબ પુવઁવત ખુલ્લું રહેનાર છે.


સાવરકુંડલામાં વાજિંત્રના વેચાણ-રીપેરીંગમાં મંદી
કોરોના જેવી મહામારીમાં નવરાત્રીની છૂટ ન મળતા સંગીતના વાજિંત્રો, તબલા, હાર્મોનિયમ, ઢોલ વગેરે રીપેરીંગ અને વેચાણ સદંતર બંધ રહેતા ડબગર સમાજને ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ડબગર સમાજની તબલા રીપેરીંગની માંડ 300 જેટલા પરિવારો આ ધંધા સાથે સંકળાયેલા છે. આજે આ મંદીમાં તે મુશ્કેલીમાં છે. રોજના 10 જેટલા વાજિંત્રો રીપેરીંગ કરતા આજે મહિનામાં માંડ 10 જેટલા આવે છે. સૌરાષ્ટ્ર-કચ્છ ડબગર સમાજના મંત્રીશ્રી અજયભાઈ એન રાઠોડ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવે છે અને આ કપરા સમયમાં આ પરિસ્થિતિમાં અમારા સમાજને જે કાંઈ સહાય થતી હોય તે કરવા નમ્ર વિનંતી કરવામાં આવે છે.


ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીમાં કોવિડ-19ની સાવચેતી માટે શપથ ગ્રહણ
કોવિડ-19 જન આંદોલન અને સાવચેતીના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓમાં અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહન કર્યા હતા. કોરોનાના સંક્રમણથી બચવા માટે કર્મચારીઓ સંકલ્પબધ્ધ થયા હતા. હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટ નું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઈશ કે સેનેટાઈઝ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ, મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તે માટે પ્રતિજ્ઞા લીધી હતી.


કલાકારો માટે સરકાર દ્વારા યોગ્ય ગાઈડલાઈન જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ક્લાવૃંદ કમિટી દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું
કોરોનાવાયરસ ને કારણે આવેલ કપરી પરિસ્થિતિમાં છેલ્લા સાત-આઠ મહિનાથી તમામ પ્રકારના ધંધા-રોજગાર તથા પ્રોગ્રામ અને હાલમાં નવરાત્રી પણ બંધ હોવાથી આપણી લોકસંસ્કૃતિ અને લોકસંગીત નો વારસો જાળવી રાખનાર કલાકારો પાસે પોતાની કલા સિવાય અન્ય કોઈ આવકનુ સાધન ન હોવાથી તેમની પરિસ્થિતી ખુબજ કફોડી બની ગઈ છે, ઉપરાંત બેંકના હપ્તા ગોડાઉનના ભાડા, બાળકોની સ્કૂલ ફી અને ઘર ખર્ચ બધું જ ચાલુ જ છે, અને આવકનો કોઈ સ્ત્રોત નથી આને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે તમામ ધંધા અને રોજગાર ચાલુ થઈ ગયા છે ત્યારે કલાકારોને પણ એમના નાના-નાના પ્રોગ્રામ શરૂ કરવાની મંજૂરી આપે એ અંગેની કોઇ યોગ્ય ગાઈડલાઈન જાહેર કરે એ માટેનું આવેદનપત્ર ગોંડલ ડેપ્યુટી કલેકટર ને ગોંડલ કલાવૃંદ કમિટી દ્વારા ભાવેશભાઈ શિયાણી, તુષારભાઈ ચૌહાણ, રાજુભાઈ સોની, પ્રદીપભાઈ માધડ, હરદેવભાઇ આહિર, સંજયભાઈ પંડ્યા, રાહુલભાઈ શાહ, ચેતનભાઈ રૈયાણી, મનીષભાઈ મેરાણ, શોભનાબેન પટેલ તથા અન્ય કલાકારો દવારા આપવામાં આવ્યું હતું.


ગોંડલ યાર્ડમાં મગફળીની ચિકકાર આવક
સૌરાષ્ટ્ર નું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સીઝનમાં મગફળી ની વિપુલપ્રમાણ માં આવક થતી હોય છે ત્યારે આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અંદાજે 1 લાખ થી પણ વધુ ગુણી મગફળી ની આવક થવા પામી હતી.છેલ્લા 15 દિવસમાં અંદાજે 3.5 લાખ ગુણી મગફળી ની આવક થવા પામી હતી.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળી ના 20 કિલોના 650 થી 1096 સુધી ના ભાવ બોલાયા હતા.ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 35 થી 40 હજાર ગુણી મગફળી ની જાવક જોવા મળી રહી છે.મગફળી ની આવકમાં દિન પ્રતિદિન વધારો થતાં હાલ મગફળી ની આવક બંધ કરવામાં આવી છે.માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા એ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો એ મગફળી ને સુકવી ને લાવવાથી ભાવ પણ સારા મળે છે.અને મગફળી ને સુકવી ને લાવવી જેથી કરી ને ખેડૂતો ને પૂરતો ભાવ મળી રહે.અને ખેડૂતભાઈઓ નો માલ બગડે નહીં સમય સર તોલ થઈ જાય અને માલનો વધારેમાં વધારે નિકાલ થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવે છે.


ગીરગઢડા મામલતદાર કચેરીના કર્મચારીઓએ શપથ લીધી
ગીરગઢડા તાલુકા પંચાયત કચેરીના અધિકારી કર્મચારીઓ દ્રારા કોવીડ 19 અંતર્ગત શપથ લીધી હતી. આ શપથમાં તમામ વિભાગના અધિકારી, કર્મચારીઓએ હું શપથ લઉં છું કે માસ્ક પહેર્યા વિના ધરની બહાર નહીં નિકળુ, દરેકથી ઓછામાં ઓછુ 6 ફુટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઇઝ કરતા રહીશુ, મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પધ્ધતિઓ અપનાવીશ. અને યોગ વ્યાયામ ઇત્યાદિથી જીવનશૈલી સુધારીશ, તથા અમારા પરીવાર અને સમાજના વડીલો, બાળકો અને બિમાર લોકોની વિશેષ કાળજી રાખીશુ.તેવી તમામ બાબતોને ધ્યાને રાખી ચુસ્તપણે પાલન કરવા કચેરીના તમામ વિભાગના અધિકારી મામલતદાર સહીત કર્મચારીઓએ શપથ લીધેલ.


સુત્રાપાડામાં બારડ પરિવાર દ્વારા હવન
સર્વે કણજોતરીયા બારડ પરિવારના ભાઇઓ તથા સર્વે ગોઠીઓને જાણ કરવામાં આવે છે કે આ વર્ષે કોરોના મહામારીના કારણે કણજોતરીયા બારડ પરિવારના માતાજી ચામુંડા માના નૈવેદ્ય જવારવા માટેની વ્યવસ્થા પહેલા નોરતાથી લઇને આઠમા નોરતા સુધી રાખવામાં આવેલ છે તો આ 1 થી 8 નોરતા સુધીમાં નૈવેધ જવારી જવા અને હવન માટેની કાર્યક્રમ સ્થાનિક ર થી પ ગોઠી ભાઇઓ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવશે. જેથી એકી સાથે વધુ પડતા માણસો જમા ના થાય અને કોરોના મહામારીમાં સરકારના નિયમોનું પણ ચુસ્તપણે પાલન થાય આ સર્વે કણજોતરીયા બારડ પરિવારના સભ્યોએ ખાસ નોંધ લેવી.


ઓખા નગરપાલિકા દ્વારા વિકાસ કાર્યો હાથ ધરાયા
ઓખા નગરપાલીકા વિસ્તારના સુરજકરાડી, આરંભડા બેટ -દ્વારકા અને ઓખા માં વિકાસના કાર્યો વાયુવેગે થઈ રહ્યા છે. ઓખા મુકામે વાઘેર સમાજ ની વાડી ખાતે ઓખા નગરપાલીકા વિસ્તારના 6.71 કરોડના વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને 7.11 કરોડનં વિકાસ કાર્યોના ખાત મુહૂતે પબુભા માણેકના વરદ હસ્તે કરવામાં આવ્યા. આ પ્રસંગે ઓખા નગરપાલિકાના પ્રમુખ ચેતનભા માણેક, ચીફ ઓફિસર વિનોદ રાઠોડ, ઉપ પ્રમુખ ચેતન માવાણી નગરપાલિકાના સદસ્યઓ, વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ, વેપારી આગેવાનો અને ચાર ગામનાં ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરજકરાડી, આરંભડા, બેટ અને ઓખામાં અગાઉ ગ્રામ પંચાયત હતી ત્યારે લાઈટ, પાણી, રસ્તા જેવી સુવિધાઓનો ઘણો અભાવ હતો પરંતુ નગરપાલિકા થતાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકાર તરફથી આવતી હોય છેલ્લા કેટલાક વર્ષોથી ચાર ગામમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઈપ લાઈન ઉપરાંત કોમ્યુનિટી હોલ, લાઈટના ટાવરો, પેવર બ્લોકના કામ જેવા અનેકવિધ વિકાસકાર્યો નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement