તળાજા શનિદેવ મંદિરે દર શનિવારે મારૂતિયજ્ઞ તથા અમાસે ખાસ પૂજા તથા યજ્ઞ યોજાય છે

17 October 2020 12:02 PM
Bhavnagar
  • તળાજા શનિદેવ મંદિરે દર શનિવારે મારૂતિયજ્ઞ
તથા અમાસે ખાસ પૂજા તથા યજ્ઞ યોજાય છે

ભાવનગર તા.17
ભાવનગર જિલ્લાનાતળાજાની તળાજી નદી કાંઠે ગણપતિદાદા,હનુમાનજી મહારાજ,સાંઈબાબા,શનિદેવ,મામાદેવના એકીસાથે દર્શન થાય છે.આ દેવ સ્થાન દર શનિવારે હનુમાનજી મહારાજ નો મારુતિ યજ્ઞ અને દર અમાસે સાંજથી શનિદેવ ની ખાસ પૂજા અને યજ્ઞ થાય છે.મંદિરના પ્રમુખ ટ્રસ્ટી લાલજીભાઈ સરવૈયા એ જણાવ્યું હતુંકે દાતાઓ ની સખાવત થી અહીં દર ગુરૂવારે સાંઈબાબા ની કઢી ખીચડી નો ભરપેટ ભોજન પ્રસાદ પીરસવામાં આવેછે.શનિવારે શનિદેવ નો ચણાનો પ્રસાદ આવતા તમામ ભક્તોને ભરપેટ પીરસવામાં આવેછે. અહીં બેસીને ભરપેટ પ્રસાદ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
દર શનિવારે સવારે 7.30 એ મારુતિ યજ્ઞ આચાર્ય ચિંતનભાઈ ભટ્ટ સહિત બ્રાહ્મણ હનુમાનજી મહારાજ ના પૂજન સાથે કરાવેછે. દર અમાસે સાંજે સાત વાગ્યે શનિદેવ નું વિશેષ પૂજન શરૂ કરવામાં આવે છે.જેમાં પંચામૃત,દૂધ,તેલ સહિત નો અભિષેક પણ થાય છે.પૂજન અભિષેક બાદ જે વ્યક્તિ પૂજન માં બેઠા હોયછે તેના હસ્તેજ શનિદેવ મહારાજ ને સ્નાન કરાવવામાં આવેછે.ફૂલ અને લિંબુ નો હાર ચઢાવ્યા બાદ હવન રૂમમાં એકાદ કલાક વિવિધ દેવ દેવતા ઓના નામની આહુતિઓ સાથે શનિદેવ યજ્ઞ યોજાય છે.બાદમાં સમૂહ પ્રસાદ ભોજન પીરસાય છે. મારુતિ યજ્ઞ,શનિદેવ પૂજા યજ્ઞનો દરેક ભક્તજનો લાભ લઇ શકેછે. મહત્વની વાત એપણ છેકે અહીં પૂજન કે યજ્ઞમાં ભાગ લેવા માગતા કોઈપણ ભક્ત જન પાસે ધનરાશીની અપેક્ષા રાખવામાં આવતી નથી.


Loading...
Advertisement