ખરાબ ખાનપાન હાર્ટએટેકથી મોતનું મુખ્ય કારણ

17 October 2020 12:02 PM
Health India
  • ખરાબ ખાનપાન હાર્ટએટેકથી મોતનું મુખ્ય કારણ

દુનિયામાં હૃદયની બીમારીથી મોટાભાગના મૃત્યુમાં ચરબી, ખાંડ, મીઠાયુક્ત ભોજનનું વધારે સેવન જવાબદાર

લંડન, તા.17
ફાસ્ટ ફૂડ ખાવાના શોખીનો જરા ધ્યાન આપે, ચીન સ્થિત સેન્ટ્રલ સાઉથ યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં ખરાબ ડાયટથી હૃદયરોગના હુમલાથી મોતને સૌથી મોટુ કારણ જણાવવામાં આવ્યું છે, દુનિયાભરમાં હૃદયથી થતી બીમારીઓથી થતા દર 10 મોત માટે ચરબી, ખાંડ અને મીઠું (નમક) યુક્ત પકવાનોનું સેવન વધારે જવાબદાર છે.
ખરાબ ડાયટ ઉપરાંત હાઇ બ્લડ પ્રેસર, હાઇ કોલેસ્ટ્રોલ કે સિગરેટ, શરાબની આદતો પણ કસમયે મોત લાવે છે. મુખ્ય સંશોધક ડોકટર શિનયાઓ લિઉ અનુસાર દુનિયામાં દર વર્ષે થતા 60 લાખ મૃત્યુ માત્ર ફાસ્ટ ફૂડ, કોલ્ડ્રીંક્સ અને વધુ પડતા ખાંડ-મીઠુ અને તેલયુક્ત ભોજનોથી પરહેજ કરીને રોકી શકાય છે, આવા ખોરાકની જગ્યાએ ફળ, શાકભાજી, સુકોમેવો, અંકુરિત અનાજનું સેવન વધારીને લાંબુ આયુષ્ય ભોગવવું શક્ય છે.
લિઉ અને તેમના સાથીઓએ વર્ષ 1990 અને વર્ષ 2017 દરમિયાન 195 દેશોમાં થયેલ ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડીના અભ્યાસથી તે 11 કારણોનું વિશ્ર્લેષણ કર્યું હતું જે હૃદયની બીમારીઓથી મોતનો ખતરો વધારે છે, જેમાં ખરાબ ખાનપાન, સિગારેટ, શરાબનું વ્યસન વ્યાયામથી ફરી હાઇબ્લડ પ્રેસર, જાડાપણુ અને કિડનીમાં વિકાસ સામેલ હતા. આ વિશ્ર્લેષણથી ખરાબ ડાયટ, સિસ્ટોલિક બ્લડ પ્રેસરનું ઉચ્ચસ્તર અને બેડ કોલોસ્ટ્રલની વધારે માત્રા હૃદયની બીમારીથી મોતનું મુખ્ય કારણ બનેલા.


પ્રદૂષણ અને વ્યાયામથી દૂરી પણ ઘાતક
અધ્યયનમાં પ્રદૂષિત હવા અને વ્યાયામથી દૂરી હૃદય રોગથી મૃત્યુનું મહત્વનું કારણ મળ્યું હતું. શ્ર્વાસના માર્ગે શરીરમાં પ્રવેશતા પ્રદૂષણ લોહીમાં ભળીને ધમનીઓને નુકસાન પહોંચાડે છે, જ્યારે શારિરીક સક્રિયતામાં કમીથી કોલેસ્ટ્રોલની ફરિયાદ પણ રહે છે.


Related News

Loading...
Advertisement