વેગડી ગામે આરોગ્ય કેન્દ્ર શરૂ કરો

17 October 2020 11:50 AM
Dhoraji
  • વેગડી ગામે આરોગ્ય કેન્દ્ર શરૂ કરો

સરપંચ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને કરાયેલી રજૂઆત

ધોરાજી તા. 17 : ધોરાજીના વેગડી ગામે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવાની માંગણી ઉઠાવી સરપંચ પુનાભાઇ વકાતરે આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજુઆત કરી છે.
આ બાબતે વેગડીના સરપંચ પુનાભાઇ વકાતરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી વેગડી અને ઉમરકોટ ગામના ગ્રામજનોની સુખાકાર માટે આ આરોગ્ય શરૂ કરવા જણાવેલ છે.
આ તકે ગામના સ વિકાસ અંગે પણ ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ વેગડીના સરપંચ પુનાભાઇ વકાતરની સેવાઓને બિરદાવી હતી.


Loading...
Advertisement