ભારતમાં કોરોનામાં સતત રાહત : એક્ટીવ કેસો ઘટીને 8 લાખની નીચે

17 October 2020 11:49 AM
Health India
  • ભારતમાં કોરોનામાં સતત રાહત : એક્ટીવ કેસો ઘટીને 8 લાખની નીચે

24 કલાકમાં નવા 62212 કેસ તથા 837 મોત

નવી દિલ્હી,તા. 17
ભારતમાં કોરોના નબળો પડી જ ગયો છે અને હવે એક્ટીવ કેસોની સંખ્યા પણ વધુ ઘટીને આઠ લાખની નીચે પહોંચી ગઇ છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમામે છેલ્લા ચોવિસ કલાકમાં કોરોનાના નવા 62212 કેસો નોંધાયા છે તે સંખ્યા ગઇકાલે 65000થી વધુ હતી. ચોવિસ કલાકમાં મોત 837 થયા છે. અત્યાર સુધીના કુલ કેસ 74 લાખને પાર કરીને 74.32 લાખ થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,12,958 થયો છે.
ભારતમાં કોરોના કટોકટી ઝડપથી કાબુમાં આવી રહી હોય તેમ નવા કેસોની સરખામણીએ સાજા થતા દર્દીની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં 65 લાખથી વધુ દર્દી સાજા થઇ ગયા છે. એક્ટીવ કેસોની સંખ્યા આઠ લાખથી નીચે આવીને 7.95 લાખ થઇ છે.


Related News

Loading...
Advertisement