હોંગકોંગે 30 તારીખ સુધી એર ઇન્ડિયા વિસ્તારાંની ફલાઇટ પર મૂક્યો પ્રતિબંધ

17 October 2020 11:46 AM
India Travel
  • હોંગકોંગે 30 તારીખ સુધી એર ઇન્ડિયા વિસ્તારાંની ફલાઇટ પર મૂક્યો પ્રતિબંધ

અમુક યાત્રિકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવતાં લેવાયો નિર્ણય

મુંબઇ, તા.17
હોંગકોંગ એર ઇન્ડિયા અને વિસ્તારોની ફલાઇટ પર આજથી રોક લગાવી દીધી છે, આ પ્રતિબંધ 30 ઓકટોબર સુધી લાગુ રહેશે, ફલાઇટમાં અમુક મુસાફરો કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડતા હોંગકોંગે આ નિર્ણય લીધો છે, અગાઉ પણ આ રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
હોંગકોંગ સરકારે ત્યારથી રવાના થતી એર ઇન્ડિયાની ફલાઇટ પર આ ત્રીજી વખત પ્રતિબંધ મૂક્યો છે, આ પહેલા 20 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર અને 18 થી 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ બંને વખત પણ યાત્રિકો કોરોના સંક્રમિત હોવાનું ધ્યાને આવ્યું હતું. હોંગકોંગ સરકારે જુલાઇમાં કરેલા આદેશ પ્રમાણે, ભારતના યાત્રિકો ત્યારે જ હોંગકોંગની મુસાફરી કરી શકે છે. જો તેઓ 72 કલાક પહેલા કરાવેલો કોરોનાનો નેગેટીવ રિપોર્ટ બતાવે.
અધિકારીના જણાવ્યા પ્રમાણે એર ઇન્ડિયાની દિલ્હી, હોંગકોંગ અને વિસ્તારોની ચેન્નાઇ-હોંગકોંગ ફલાઇટથી બુધવારે પહોંચેલા અમુક યાત્રિકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું તેથી ત્યાંની સરકારે આ બંને એરલાઇન્સની ફલાઇટ પર 17થી 30 ઓકટોબર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.


Related News

Loading...
Advertisement