1962 પછી પ્રથમ વખત આ નવરાત્રીએ દુર્લભ સંયોગ, આવતીકાલે સવારે 9 : 45 સુધી કરી શકાશે ઘટસ્થાપન

16 October 2020 11:07 PM
Rajkot Dharmik Navratri SPL
  • 1962 પછી પ્રથમ વખત આ નવરાત્રીએ દુર્લભ સંયોગ, આવતીકાલે સવારે 9 : 45 સુધી કરી શકાશે ઘટસ્થાપન

ગ્રહોની દ્રષ્ટિએ આ નવરાત્રી શુભ અને કલ્યાણકારી રહેશે

રાજકોટઃ
અધિક માસની સમાપ્તિની સાથે આવતીકાલથી મા આદ્યશક્તિની આરાધનાનું પાવન પર્વ શરદ નવરાત્રી શરૂ થાય છે. દુર્લભ સંયોગ સાથે નવરાત્રીનો પ્રારંભ થશે. ગ્રહોની દ્રષ્ટિએ આ નવરાત્રી શુભ અને કલ્યાણકારી રહેશે.

જ્યોતિષાચાર્યઓના જણાવ્યા મુજબ આવતીકાલે 1962 બાદ એટલે કે 58 વર્ષ પછી શનિ, મકરમાં અને ગુરુ ધન રાશિમાં રહેશે. આ સંયોગ નવરાત્રીને કલ્યાણકારી બનાવશે. નવરાત્રીનો પ્રારંભ આજે રાત્રે 1 : 50 વાગ્યાથી શરૂ થશે. જોકે ઘટ સ્થાપનાનું મૂહુર્ત સૂર્યોદયથી સવારે 9 : 45 સુધીનું છે.

માઈ ભક્તો પૂજા-આરાધનાથી નવરાત્રીની ઉજવણી કરશે. કળશના સ્થાપના સાથે જ્વારા પણ ઉગાડવામાં આવે છે. આ પરંપરા બધી જગ્યાએ હોય છે. નવરાત્રીની પૂર્ણાહુતિ સાથે જ્વારાને પાણીમાં પ્રવાહિત કરવામાં આવે છે. જ્વારાને લઈ કેટલીક અસ્થાઓ પણ છે જેમ કે, જવારા જેમ ઝડપથી વધે છે તેમ ઘર પર આદ્યશક્તિના આશીર્વાદ વરસે છે, અને સુખસમૃદ્ધિ આવે છે. મુખ્યત્વે આ જ્વારાને માતાજીની મૂર્તિની સમીપ રાખવા છે. એવી પણ માન્યતા છે કે, સૃષ્ટિની શરૂઆતમાં આ જ પ્રથમ પાક લેવામાં આવ્યો હતો. જ્વારાના ઉગવાથી કે, ન ઉગવાને ભવિષ્યમાં બનનારી ઘટનાઓના સંકેત તરીકે જોવામાં આવે છે. જ્વારા વાવતા સમયે એ વાતનું ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે કે તે દક્ષિણ દિશામાં ઉગાડવામાં ન આવે. કેમ કે, આ દિશા યમની મનાય છે. તેથી તે દિશામાં કળશ પણ રાખવામાં આવતો નથી.


Related News

Loading...
Advertisement