ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી : ભાજપે 30 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું, CM, DyCM, પ્રદેશ પ્રમુખ સાથે અલ્પેશ ઠાકોરને પણ સ્થાન

16 October 2020 09:01 PM
Rajkot Gujarat Politics
  • ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી : ભાજપે 30 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું, CM, DyCM, પ્રદેશ પ્રમુખ સાથે અલ્પેશ ઠાકોરને પણ સ્થાન

યાદીમાં રાજ્યના પ્રધાન મંડળ સહિત ભારત સરકારના 2 મંત્રીનો પણ સમાવેશ : તા. 17થી 19 દરમિયાન સી. આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિત વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જઓનો સંગઠનાત્મક પ્રવાસ યોજાશે

રાજકોટઃ
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે ત્યારે ભાજપે 30 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપના પ્રમુખ સાથે અલ્પેશ ઠાકોરને પણ સ્થાન અપાયું છે. રાજ્યના પ્રધાન મંડળ સાથે ભારત સરકારના 2 મંત્રીઓનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે.

આ યાદીમાં પ્રથમ નામ સીઆર પાટીલનું છે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પરસોત્તમભાઈ રૂપાલા, આર.સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણીયા, ભરતસિંહ પરમાર, મનસુખભાઈ માંડવીયા, ભારતીબેન શિયાળ, આઈ.કે. જાડેજા, ગોરધન ઝડફિયા, શંભુનાથ ટુંડિયા, ડો.ઋત્વિજ પટેલ, ડો.જ્યોતિબેન પંડ્યા, સૌરભ પટેલ, ગણપત વસાવા, કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, પ્રદીપસિંહ જાડેજા, રમણ પાટકર, વિભાવરીબેન દવે, ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજા, મોહન કુંડારીયા, વિનોદ ચાવડા, ડો.કે.સી. પટેલ, રમણલાલ વોરા, દિલીપ સાંઘાણી, હીરાભાઈ સોલંકી, અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં જીતુ વાઘાણીનું પત્તુ કપાતા રાજકીય ચર્ચા તેજ બની છે.

ભાજપનો સંગઠનાત્મક પ્રવાસ

પેટાચૂંટણીને લઈ આગામી 17થી 19 ઓક્ટોબર દરમ્યાન ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિત વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જઓનો સંગઠનાત્મક પ્રવાસ યોજાશે. આવતીકાલે કચ્છના અબડાસા ખાતે સવારે 10 કલાકે ભીખુભાઈ દલસાણીયા અને શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન આપશે.

18 ઓક્ટોબરના રોજ કરજણ ખાતે સવારે 10:00 કલાકે સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ તથા મોરબી ખાતે સવારે 10:00 કલાકે અને લીંબડી ખાતે સાંજે 5:00 કલાકે ભીખુભાઈ દલસાણીયા તથા શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી ચૂંટણી વ્યવસ્થાપન અને સંગઠનાત્મક બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપશે.

19 ઓક્ટોબરના રોજ સી.આર. પાટીલ અને ભાર્ગવભાઈ ભટ્ટ ડાંગ ખાતે સવારે 10:00 કલાકે અને કપરાડા ખાતે સાંજે 4 કલાકે તથા ભીખુભાઈ દલસાણીયા અને શંકરભાઈ ચૌધરી ધારી ખાતે સવારે 10:00 કલાકે અને ગઢડા ખાતે સાંજે 6 કલાકે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપશે.


Related News

Loading...
Advertisement