મોરબીની ટિકિટ ‘વેચાઈ’ હોવાના આરોપ કરનાર કિશોર ચીખલીયાને હાર્દીક પટેલે કાનૂની નોટીસ ફટકારી

16 October 2020 08:16 PM
Rajkot Politics
  • મોરબીની ટિકિટ ‘વેચાઈ’ હોવાના આરોપ કરનાર કિશોર ચીખલીયાને હાર્દીક પટેલે કાનૂની નોટીસ ફટકારી

હાર્દિક-કગથરાએ ટિકીટ નાણા લઈને વેચી હતી તેવા આક્ષેપો પાછા ખેચવા-લેખીતમાં માફી માંગવા ચીખલીયાને 10 દિવસની મુદત

રાજકોટ: ગુજરાતમાં યોજાઈ રહેલી ધારાસભા ચૂંટણીમાં મોરબી બેઠક પર કાંટાની ટકકર છે તે સમયે મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ તથા કોંગ્રેસ અગ્રણી શ્રી કિશોર ચીખલીયાએ ગઈકાલે પક્ષમાંથી રાજીનામુ આપતા સમયે પક્ષના કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા હાર્દિક પટેલ તથા પડધરી-ટંકારાના ધારાસભ્ય નલીન કગથરાએ પૈસા લઈને ટિકીટ વેચી છે તેવા કરેલા આક્ષેપોને ફગાવતા હાર્દિક પટેલે આજે તેના ધારાશાસ્ત્રી કીશોર ચીખલીયાને કાનૂની નોટીસ મોકલી 10 દિવસમાં તેના આ આક્ષેપો પાછા ખેચીને લેખીતમાં માફી માંગવા તથા મીડીયા સમક્ષ પણ મૌખિક-લેખીત માફી રજૂ કરવા જણાવ્યું છે. જો તેમ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે બદનક્ષી અને ફોજદારી બન્ને પ્રકારની કાનુની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી છે. કીશોરભાઈ ચીખલીયા મોરબીની બેઠક પરના કોંગ્રેસના દાવેદાર હતા પણ પક્ષે જયોતિ પટેલને ટિકીટ ફાળવતા ચીખલીયાએ પક્ષમાંથી રાજીનામું આપવા ઉપરાંત હાર્દિક તથા લલીત કગથરા સામે નાણા લઈને ટિકીટ વેચવાનો આરોપ ચુકયો હતો.. જેના જવાબમાં હાર્દિકે આજે તેના ધારાશાસ્ત્રી મારફત કાનૂની નોટીસ મોકલી માફી માંગવા અથવા બદનક્ષીનો સામનો કરવા જણાવતા ચૂંટણીમાં નવો રોમાંચ સર્જાયો છે.
હાર્દિક પટેલે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના મજબૂત નેતાઓની સામે ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપ કરવા અને તેમની છબી ખરડાવી એ ભાજપની આદત બની ગઈ છે પણ હવે કીશોરભાઈ ખોટી જગ્યાએ ભટકાઈ ગયા છે.
હું ખોટા આ પ્રકારના આક્ષેપ સહન કરનારો માણસ નથી. તેમણે માફી માંગવી પડશે અથવા તો બદનક્ષીનો સામના


આઠમાંથી સાત બેઠક જીતીશું: હાર્દિક પટેલનો દાવો
રાજકોટ: કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજયની આઠ ધારાસભા બેઠકોની ચૂંટણીમાં સાત બેઠકો કોંગ્રેસ જીતશે તેવો દાવો કરી ને જણાવ્યું હતું કે લોકો પક્ષપલટા વિરુદ્ધ મતદાન કરવાના મૂડમાં છે અને કોંગ્રેસના ઉમેદવારને પસંદ કરશે. જો કે હાર્દિક આઠમાંથી સાત બેઠકો જીતવાનો દાવો કર્યો પણ કઈ બેઠક કોંગ્રેસને મળવાની આશા નથી તે અંગે મૌન સેવ્યું હતું.


Related News

Loading...
Advertisement