પીપીઈ કીટવાળા ખાસ ગરબા ડ્રેસ

16 October 2020 08:01 PM
Ahmedabad Gujarat
  • પીપીઈ કીટવાળા ખાસ ગરબા ડ્રેસ

જાહેર ગરબા પર પ્રતિબંધ છે છતાં ખેલૈયાઓ માટે ‘કવચ’ તૈયાર છે : સુરતના ફેશન ડિઝાઈનર વિદ્યાર્થીઓની કમાલ

સુરત તા.16
દેશમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં આ વર્ષે તહેવાર પર કોવિડ 19 મામારીની અસર જોવા મળી છે. મહામારીના કારણે પહેલીવાર ગુજરાતમાં ગરબા નહી યોજાય. આથી ત્યોહારનો રંગ ફીકકો પડયો છે. આ વચ્ચે સુરતમાં ફેશન ડીઝાઈનીંગના છાત્રોના એક સમુહએ પીપીઈ કીટસથી બનાવેલ પોશાકમાં ગરબા રમ્યા હતા. તેઓએ પોતે આ પોશાક ડિઝાઈન કર્યા છે.

હાથથી કરેલ પેટિંગએન કાંચનો ઉપયોગ કરી આ પોશાકને આકર્ષક બનાવવાના પ્રયત્નો કરાયા છે. આ સિવાય માસ્ક અને ડાંડીયાનું ડિસ્પોઝેબલ કવર પણ બનાવ્યુ છે. એટલું જ નહી છાત્રોએ ડ્રેસ દુપટ્ટો પણ ડિઝાઈન કર્યો છે. સુરતના વીઆરમોલમાં આ ડ્રેસને પ્રદર્શિત કરવામાં આવ્યો છે. છાત્રોએ પીપીઈ કીટથી બનાવેલ સ્પોટીંગ હૈંડ-પેંટેડ પરિધાનમાં ગરબા પણ રમ્યા હતા. આ પોશાક પહેરી લોકો ગરબા રમી શકે અને સંક્રમણથી બચી શકાશે.

સમગ્ર વિશ્ર્વ જયારે કોરોના મહામારીથી જજુમી રહ્યા છે. તેમાં ગુજરાતીઓ કોઈપણ પરિસ્થિતિમાં ખુશ થવાનું કારણ શોધી જ લે છે. સરકારે ગરબા રમવા પર પ્રતિબંધ લાદયો છે. કોરોના સંક્રમણને અટકાવવા, આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના આ છાત્રોનું કમાલ લોકોને પસંદ આવી રહ્યું છે. સુરતના વીઆરમોલ માં આ પોશાકને પ્રદર્શિત કરવાની સાથે છાત્રો ગરબા પણ રમ્યા હતા. આ પોશાકને જોવા લોકો ઉમટયા હતા.

આ પોશાકની ખાસીયત એ હાથથી પેઈન્ટીંગ કરેલ અને કાંચનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ નવરાત્રીમાં ચણીયાચોલીમાં આભલા, કાંચ લગાવવામાં આવે છે તેમ આ પોશાકને ચણીયાચોલીની જેમ આકર્ષક બનાવવા, તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, સાથે ગરબા રમતી સમયે ઉપયોગમાં લેતા, ડાંડીયા પર ડિસ્પોઝેબલ કવર પણ લગાવવામાં આવ્યુ જેથી ગરબા રમવામાં તેને સરળતાથી ફેકી શકાય. આ પોશાક પહેરી ગરબા રમતી સમયે ડિસ્પોઝેબલ માસ્કનો ઉપયોગ કરાયો છે.


Related News

Loading...
Advertisement