ભાવનગરમાં નવા ૧૩ કોરોના પોઝિટિવ કેસ, ૨૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

16 October 2020 07:56 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં નવા ૧૩ કોરોના પોઝિટિવ કેસ, ૨૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૪,૫૬૩ કેસો પૈકી ૧૨૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગરતા.૧૬
ભાવનગર જિલ્લામાં આજે ૧૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા ૪,૫૬૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૮ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૧૧ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ઉમરાળાના ધોળા ગામે ૧ તેમજ ભાવનગર તાલુકાના ભુંભલીમાં ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૧૬ અને તાલુકાઓના ૧૩ એમ કુલ ૨૯ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનુ રહેશે.
જિલ્લામાં નોંધાયેલા ૪,૫૬૩ કેસ પૈકી હાલ ૧૨૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪,૩૬૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં કુલ ૬૮ દર્દીઓના મોત થયા છે.


Related News

Loading...
Advertisement