યુવા જોડો અભિયાન અંતર્ગત ‘આપ’માં 70થી વધુ યુવાનો જોડાયા

16 October 2020 07:21 PM
Rajkot Politics
  • યુવા જોડો અભિયાન અંતર્ગત ‘આપ’માં 70થી વધુ યુવાનો જોડાયા

‘આપ’ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયા દ્વારા યુવા જોડો અભિયાન અંતર્ગત આપ રાજકોટ એકમમાં વોર્ડ નં.17માં યુવા પ્રભારી કુમારપાલ ભટ્ટીની આગેવાનીમાં 70થી વધુ લોકો આપ યુવા મોરચામાં જોડાયા. શહેર યુવા પ્રભારી નૈમિષ પાટડીયા અને શહેર યુવા પ્રમુખ દેવાંગ ગજજરએ તમામ યુવાનોને ખેસ પહેરાવી આવકાર્યા હતા. જેમાં પ્રમુખ તરીકે હિંમતગીરી ગોસ્વામી, ઉપપ્રમુખ તરીકે પરારાજ માંજરીયા અને ઘનશ્યામ ગોસ્વામી, મંત્રી તરીકે પરેશ જેઠવા અને જય ગેડીયા સહિતના આગેવાનોની વરણી કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement