શેરબજાર બાઉન્સ બેક: સેન્સેકસ 280 પોઈન્ટ વધીને ફરી 40000 ઉપર

16 October 2020 06:45 PM
Business
  • શેરબજાર બાઉન્સ બેક: સેન્સેકસ 280 પોઈન્ટ વધીને ફરી 40000 ઉપર

બેંક-મેટલ શેરો ઉછળ્યા: રીલાયન્સ વધુ ગગડયો

રાજકોટ તા.16
મુંબઈ શેરબજાર ગુરુવારના કડાકા બાદ આજે ફરી લેવલમાં આવી ગયુ હોય તેમ આજે સેન્સેકસ 280 પોઈન્ટ ઉંચકાયો હતો. સેન્સેકસ ફરી 40000ની સપાટી કુદાવી ગયો હતો. શેરબજારમાં આજે માનસ તેજીની બની ગયું હતું. વિશ્ર્વમાં કોરોનાના નવા કેસોનો ગભરાટ દુર થઈ ગયો હતો. વિશ્ર્વબજારમાં પણ મંદીને બ્રેક લાગતા રાહત થઈ હતી. વિદેશી નાણાં સંસ્થાઓની જંગી લેવાલીની સારી અસર થઈ હતી.

શેરબજારમાં આજે બેંક તથા મેટલ ક્ષેત્રના શેરો લાઈટમાં હતા. જેએસડબલ્યુ સ્ટીલ, ટીસ્કો, બજાજ ફાઈનાન્સ, કોટક બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ભારત પેટ્રોલ, ડીવીઝ લેબ, ઈન્ફોસીસ, અશોક લેલેન્ડ, ટાઈટન, બજાજ ઓટો વગેરે ઉંચકાયા હતા. એચસીએલ ટેકનો, મહીન્દ્ર, એશિયન પેઈન્ટસ, રીલાયન્સ, નેસ્લે વગેરેમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 280 પોઈન્ટના ઉછાળાથી 40,008 હતો જે ઉંચામાં 40125 તથા નીચામાં 39699 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 85 પોઈન્ટના સુધારાથી 11765 હતો તે ઉંચામાં 11789 તથા નીચામાં 11667 હતો.


Related News

Loading...
Advertisement