દિનેશ કાર્તિકે કોલકત્તાની કેપ્ટનશિપ છોડી, ઈયોન મોર્ગનને કમાન સોંપાઈ

16 October 2020 06:14 PM
Sports
  • દિનેશ કાર્તિકે કોલકત્તાની કેપ્ટનશિપ છોડી, ઈયોન મોર્ગનને કમાન સોંપાઈ

બેટિંગ સુધારવા માટે કાર્તિકે સુકાનીપદ છોડ્યું

નવીદિલ્હી, તા.16
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની ફ્રેન્ચાઈઝી કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે હવે દિનેશ કાર્તિક નહીં હોય. 13મી સીઝનમાં બે વખતની ચેમ્પિયન આ ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેની કેપ્ટનશીપ ઉપર સવાલો ઉઠવાને કારણે કાર્તિકે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. આજે મુંબઈ સામે રમાનારી મેચથી કાર્તિકના સ્થાને ઈયોન મોર્ગન ટીમની કમાન સંભાળશે.

મોર્ગન પહેલી વખત કેકેઆરની કેપ્ટનશીપ કરશે. પોઈન્ટ ટેબલમાં કેકેઆર અત્યારે ચોથા સ્થાને છે. તેણે પોતાના પાછલા પાંચમાંથી બે મેચમાં પરાજયનો સ્વાદ ચાખ્યો છે. ટીમના સીઈઓ વેન્કી મૈસુરીએ કહ્યું કે અમે નસીબદાર છીએ કે અમને ડીકે (દિનેશ કાર્તિક) જેવા નેતૃત્વકર્તા મળ્યા હતા જેમણે હંમેશા ટીમને જ પહેલાં રાખી હતી. કોઈ પણ ખેલાડી હોય તેના માટે આ પ્રકારનો નિર્ણય લેવો અત્યંત કપરો હોય છે. અમે ખઉદ પણ તેના આ નિર્ણયથી આશ્ર્ચર્યચકિત છીએ પરંતુ તેની ઈચ્છાઓનું સન્માન પણ કરીએ છીએ.

આઈપીએલમાં આજે કોલકત્તા નાઈટ રાઈડર્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થવાનો છે. કોલકત્તા હજુ સુધી યોગ્ય સંયોજન શોધી શકી નથી, ખાસ કરીને બેટિંગ લાઈનઅપમાં અનેક મુંઝવણો જોવા મળી રહી છે. ટીમને હજુ મજબૂત ઓપનિંગ જોડી મળી નથી. દિનેશ કાર્તિકે એક મેચમાં અર્ધસદી લગાવી હતી પરંતુ બીજા જ મેચમાં તે ફરી સસ્તામાં આઉટ થઈ ગયો હતો. તે આઉટ ઓફ ફોર્મ રમી રહ્યો હોવાથી તેના પ્રદર્શનની પણ સોશ્યલ મીડિયા ઉપર જોરદાર ટીકા થઈ રહી છે.


Related News

Loading...
Advertisement