અલંગમાં થયેલ માલસામાનની ચોરીમાં સંડોવાયેલ ત્રણ શખ્સો ઝબ્બે

16 October 2020 05:33 PM
Bhavnagar
  • અલંગમાં થયેલ માલસામાનની ચોરીમાં સંડોવાયેલ ત્રણ શખ્સો ઝબ્બે

(વિપુલ હિરાણી) ભાવનગર તા.16
ભાવનગરનાં અલંગમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ શખ્સોને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધા છે.
ભાવનગર એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે અલંગશીપ બ્રેકીંગ યાર્ડ નજીક સીતારામ મઢુલી પાસેથી પ્રવિણભાઇ ભાયાભાઇ ચૌહાણ રહે.જસપરા, સંજયભાઇ રમેશભાઇ દિહોરા રહે.સોસીયા તથા નિલેશ ભગતભાઇ દિહોરા રહે.સોસીયા નામના ત્રણ શખ્સોને રૂા.46200ની કિંમતના ચોરાઉ તાબા પીતળનાં મુદામાલ સાથે ઝડપી લઇ અલંગ સોસીયા યાર્ડ પ્લોટ નં.વી-7માં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ કામગીરીમાં ભાવનગર એલસીબીનાં પીઆઇ ઓડેદરા, પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા સ્ટાફ જોડાયો હતો.


Loading...
Advertisement