ગોંડલ ભાજપના અગ્રણીના ભત્રીજાની ડેરી પર બે પોલીસ જવાનોની લુખ્ખાગીરી : આત્મવિલોપનની ચીમકી

16 October 2020 04:47 PM
Gondal
  • ગોંડલ ભાજપના અગ્રણીના ભત્રીજાની ડેરી પર બે પોલીસ જવાનોની લુખ્ખાગીરી : આત્મવિલોપનની ચીમકી

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.16
ગોંડલ ભગવતપરા મેઇન રોડ ખાતે ઠાકોર કોળી વિકાસ નિગમ ના ચેરમેન ભુપતભાઈ ડાભી ના ભત્રીજા રાહુલ ડાભી ની લક્ષ્મી ડેરી એ સીટી પોલીસના ડી સ્ટાફના જમાદાર જયદીપસિંહ ચૌહાણ અને જયસુખ ગાંભણિયા એ ચીજવસ્તુઓના પૈસા ન આપવા બોલાચાલી કરી ઊલટાનો રૂપિયા 30 હજારનો તોડ કર્યા નાં આક્ષેપ સાથે રાજકોટ જિલ્લા એસપી સમક્ષ અરજ થવા પામી છે જો આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો કોળી વિકાસ નિગમ ના ચેરમેન આત્મવિલોપન કરશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.
જિલ્લા પોલીસ વડાને ભૂમિબેન રાહુલભાઈ ડાભી એ રજૂઆતમાં જણાવાયું છે કે ઉપરોક્ત ડી સ્ટાફના પોલીસે જવાનો વારંવાર ચીજવસ્તુઓ લઇ જતા હોય રાહુલ દ્વારા પૈસાની યાદી અપાતા માઠું લાગતા જવાનોએ ઉશ્કેરાઈ જઈ તે માસ્ક કેમ નથી પહેર્યું કાંઠલો પકડી ઢસડી ને ગાડીમાં લઈ ગયા હતા અને દૂધ નો હિસાબ ના રૂપિયા 10 હજારની લૂંટ ચલાવી હતી અને માથે જતા ધાક ધમકાવી વધુ 20 હજાર રૂપિયાની માંગ કરતા કરમાર કોટડા ના સરપંચ સુરેશભાઈ બોરાણીને રાહુલ ને બોલાવી રૂપિયા 20 હજાર જમદારો ને અપાવ્યા હતા.
બનાવ અંગે ભુપતભાઈ ડાભીએ જણાવ્યું હતું કે અમારી ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજદિન સુધી અમારી ફરિયાદ નોંધાઈ નથી જો આ અંગે ડી સ્ટાફના જમાદારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા દ્વારા ન્યાય મેળવવા આત્મવિલોપન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું.


Loading...
Advertisement