રિયલ ગુંજન સકસેનાએ કહ્યું-મારા જીવનમાં કુશ્તીનો પ્રસંગ બન્યો નથી

16 October 2020 04:21 PM
Entertainment
  • રિયલ ગુંજન સકસેનાએ કહ્યું-મારા જીવનમાં કુશ્તીનો પ્રસંગ બન્યો નથી

‘ગુંજન સકસેના’ ફિલ્મ વિવાદમાં નવો વળાંક

નવી દિલ્હી,તા. 16
‘ગુંજન સકસેના’ ફિલ્મમાં એક સીનમાં પાયલોટ ગુંજન સકસેનાને નીચી દેખાડવા એક પુરુષ ઓફિસર તેને પંજો લડાવવાની-કુશ્તી કરવાની ચેલેન્જ આપે છે અને તેમાં તેને હરાવી દે છે, આમ કરીને તે સ્ત્રીને કમજોર સાબિત કરવાનો પ્રયાસ કરાય છે જેની સામે ઇન્ડીયન એરફોર્સે વાંધો ઉઠાવ્યો છે અને આ સીન વાયુ સેનાની ઇમેજને ખરાબ કરે છે. વાયુસેનાના આ આક્ષેપને પગલે ફિલ્મની મુશ્કેલી વધી શકે છે ત્યારે રિયલ ગુંંજન સકસેનાએ ખુદે ફિલ્મના કેટલાક સીન અને તેની સાથે જોડાયેલી હકીકતોની જાણકારી કોર્ટને આપી છે.
દિલ્હી હાઈકોર્ટમાં ગઇકાલે ગુરુવારે કેન્દ્ર સરકાર અને ફિલ્મ બનાવનાર કંપની ધર્મા પ્રોડકશનના વકીલ વચ્ચે દલીલો થઇ હતી. જેમાં સરકારી વકીલે અસલ જિંદગીની ગુંજન સકસેનાના સોગંદનામાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેને કહ્યું હતું કે તેની સાથે ક્યારેય કુશ્તી કરવાની ઘટના નથી બની જ્યારે બીજી બાજુ ફિલ્મ બનાવનાર ધર્મા પ્રોડકશનના વકીલ હરિશ સાલ્વેએ જણાવ્યું હતું કે જો ફિલ્મને પૂરેપૂરી જોવામાં આવે તો તેમાં મહિલા સશક્તિકરણનો સંદેશ છે, નહીં કે ભારતીય વાયુસેનાની પુરુષવાદી વિચારધારાને નીચી દેખાડવાની કોશિશ. ફિલ્મના બારામાં કોઇ નિર્ણય લેતા પહેલા બેન્ચ આ ફિલ્મને જરુર જુએ.
કોર્ટે ફિલ્મ જોવાની વાત સ્વીકારી છે. કોર્ટે નિર્માતાઓ અને ઇન્ડીયન એરફોર્સને કહ્યું છે કે તેઓ સાથે બેસીને આપસમાં સહમતીથી આ મામલો હલ કરે તો સારું છે.


Related News

Loading...
Advertisement