પોરબંદરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની મુદત વધારવાની માંગ સાથે રાણાવાવ કોંગ્રેસ દ્વારા આવેદન

16 October 2020 03:39 PM
Porbandar
  • પોરબંદરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની મુદત વધારવાની માંગ સાથે રાણાવાવ કોંગ્રેસ દ્વારા આવેદન

રાણાવાવ તા.16
પોરબંદર માં મગફળી ની ટેકાના ભાવે ખરીદીની મુદત વધારવાની માંગ સાથે રાણાવાવ કોંગ્રેસ આવેદનપત્ર પાઠવ્યું હતું. રાણાવાવ કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ ખીસ્તરીયા સહિત ખેડૂતોને તંત્ર ને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં ત્રણે ત્રણ તાલુકાઓ પોરબંદર,રાણાવાવ તેમજ કુતિયાણામાં સિઝનનો 250 ટકા ઉપરાંત વરસાદ તા થયેલ હોય મોટાભાગે મગફળી પાક ફેઇલ થયેલ છે અને જે પાક બચ્યો છે તેમાં મોટા પ્રમાણમાં ફૂગ,રાડો,ગેરૂ તેમજ ડોડવા સડી જવા, ડેમેજ થઈ ગયા છે ત્યારે જે સરકારના ટેકાના ભાવે જે ધારાધોરણો નક્કી કરવામાં આવે છે તેમાં મોટા ભાગે ખેડૂતોની મગફળી નબળી છે અને સારી કવોલિટી ની નથી જેથી મોટાભાગની મગફળી રીજેકટ થઈ શકે તેમ હોય ત્યારે સરકાર દ્વારા જે બારદાન દીઠ અગાઉ 30 કિલોની ભરતી હતી જે આ વખતે નબળી માંડવી પાકી હોય તેના કારણે 25 કિલો જ ભરાવો આવે તેમ હોવાથી જે ભરવાની શરત હળવી કરવી જોઈએ જેથી કે 200 ગ્રામના સેમ્પલમા જાડી મગફળી ઉતારો 60 ટકા તથા ઝીણી માંડવીનો ઉતારો 65 ટકા રાખવો જોઈએ આશુદ્રીમા 4 ટકા મર્યાદા રાખવી જોઈએ ચિમળાયેલા, અપરિપકવ દાણામાં 8 ટકા મર્યાદા રાખવી જોઈએ અને અન્ય પ્રકારના નિશ્ચિત દાણામાં 6 ટકા મર્યાદા રાખવી જોઈએ. જીવાતથી સડેલા દાણામાં બે ટકા મર્યાદા રાખવી જોઈએ. તેથી ચાલુ સાલ ખેડૂતોને વેચાણમાં ખેડૂતોને જે અગવડતા ઓછી થાય. સાથે સાથે જે સરકાર દ્વારા ખેડૂતોને મગફળી માં વેચાણ થયા બાદ દિવસ સાતમા સીધાજ રૂપિયા તત્કાલ જમા થાય તેવું પણ સરકારે ખાસ પગલાં ભરવામાં આવે. જેથી ખેડૂતો રવિ સીઝન માં પાક વાવેતર માટે સમયસર વાવણી માટે ખાતર,દવા,બિયારણ તેમજ જે ઉછીઉધારાના કરેલ હોય તેવા નાણાકીય લેવડ દેવડ કરવામાં ખેડૂતોને સરળતા રહે અને સાથે- સાથે દરેક ખેડૂતોને વેચાણ અર્થ 24 કલાક વહેલા મેસેજ મળે તેવું પણ આયોજન સરકાર તરફથી કરવામાં આવે અને જે 21 તારીખથી ખરીદી ચાલુ થવાની છે ને છેલ્લી ઓનલાઇન રજિસ્ટ્રશન તારીખ 20 છે તેમાં 10 દિવસ એટલે 30 તારીખ સુધી કરી આપવામાં આવે જેથી કોઈ ખેડૂત, ઓનલાઇન રજિસ્ટ્રશન થી વંચિત રહી જાય નહિ તેવી ખેડૂતો વતી માંગણી છે તેમ રજૂઆત માં જણાવ્યું છે.


Loading...
Advertisement