કાલાવડ-નવાગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અધિકારીઓ-કર્મચારીઓના કોરોના જાગૃતિના શપથ

16 October 2020 03:27 PM
Jamnagar Health
  • કાલાવડ-નવાગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અધિકારીઓ-કર્મચારીઓના કોરોના જાગૃતિના શપથ

માસ્ક પહેરીશ, સોશ્યલ ડીસ્ટન્સ જાળવીશની જનજાગૃતિ રાખશે

કાલાવડ,તા. 16
(રાજુભાઈ રામોલીયા દ્વારા)
કાલાવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તથા તાલુકાના નવાગામ ખાતે જનજાગૃતિના પદાધિકારીઓ તથા અધિકારીઓએ શપથ લીધા હતા.
જામનગરમાં કોવીડ-19 જન આંદોલન અભિયાન અંતર્ગત ગઇકાલે કાલાવડ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે અધિકારીઓ-પદાધિકારીઓ તથા મેડીકલ વિભાગના કર્મચારીઓ-નગરપાલિકાનાં સ્ટાફગણ સહિત આગેવાન કાર્યકર્તાઓએ કોવિડ-19 જનજાગૃતિ અંગે શપથ લીધા હતાં. તેમજ તાલુકાનાં નવાગામ ખાતે નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા પંચાયત સદસ્યશ્રી મુકુંદભાઈ સાવલીયા, ગામના યુવા સરપંચ સંજયભાઈ ચોવટીયા, પૂર્વ નવાગામ તાલુકા પંચાયત સદસ્યશ્રી તુલસીભાઈ અકબરી, નવાગામ મેડીકલ ઓફીસર ડો. આશિષભાઈ ભટ્ટ તથા શાળાના શિક્ષકો, આશા વર્કરો, ગામના આગેવાનો સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફગણ કોરોના સામે જાગૃતિ લાવવા શપથ લીધા હતા.
હું શપથ લઉં છું કે, હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું, દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવીશ, વારંવાર સાબુથી હાથ ધોઇશ કે સેનેટાઈઝ કરતો રહીશ, મારી તથા મારા સ્વજનોનીની રોગ પ્રતિકારક શક્તિ વધારવા, આયુષની ઉપચાર પધ્ધતિ અપનાવીશ. અને યોગ-વ્યાયામ ઇત્યાદીથી જીવનશૈલી સુધારીશ તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ તેવા શપથ લેવામાં આવ્યા હતાં.


Related News

Loading...
Advertisement