ચેતી જજો, હર્ડ ઈમ્યુનિટીથી કોરોના સામે લડવું ભારે પડી જશે: 80 વૈજ્ઞાનિકોનો ખુલ્લો પત્ર

16 October 2020 02:21 PM
Health India
  • ચેતી જજો, હર્ડ ઈમ્યુનિટીથી કોરોના સામે લડવું ભારે પડી જશે: 80 વૈજ્ઞાનિકોનો ખુલ્લો પત્ર

સ્વાસ્થ્ય સંગઠન બાદ હવે વૈજ્ઞાનિકોએ પણ ચેતવ્યા

નવીદિલ્હી, તા.16
કોરોના મહામારી સામે દુનિયાના 210થી વધુ દેશ અત્યારે ઝઝૂમી રહ્યા છે. કોરોના સામે લડી લેવા માટે એક બાજુ વિવિધ દેશોના વૈજ્ઞાનિકો વેક્સિન વિકસિત કરવા માટે મથી રહ્યા છે તો બીજી બાજુ કોરોનાની દવાઓ અને ઉપચારની અન્ય રીતભાત ઉપર પણ કામ ચાલી રહ્યું છે. કોરોના સામે ચાલી રહેલા જંગમાં એક બાજુ ‘હથિયાર’ની ચર્ચા છેલ્લા 10 મહિનામાં અનેક વખત થઈ ચૂકી છે અને આ ‘હથિયાર’ હર્ડ ઈમ્યુનિટી છે. વ્યાપક રીતે ટીકાકરણ ઉપરાંત આ સ્થિતિને હાંસલ થવાની બીજી સ્થિતિ એ છે કે આબાદીનો એક મોટો હિસ્સો બીમારીથી સંક્રમિત થઈ જાય. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને આ અંગે પહેલાંથી જ ચેતવણી આપી દીધી છે ત્યારે હવે દુનિયાભરના 80 વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓએ ચેતવણી આપી છે કે આ પ્રકારની રણનીતિ કોરોનાના કેસમાં અત્યંત જીવલેણ સાબિત થઈ શકે છે.
હેલ્થ રિસર્ચ જર્નલ લૈંસેટના એક જર્નલમાં પ્રકાશિત ખુલ્લા પત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરના 80 વૈજ્ઞાનિકો અને અભ્યાસુઓએ હર્ડ ઈમ્યુનિટીને લઈને પોતાનો મત આપ્યો છે. પત્રમાં લખ્યું છે કે કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે હર્ડ ઈમ્યુનિટીની રણનીતિ અપનાવવાનો વિચાર વૈજ્ઞાનિક પ્રમાણો દ્વારા અસમર્થિત છે અને આ એક ખતરનાક વિચાર છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હર્ડ ઈમ્યુનિટીની જગ્યાએ નિર્ણાયક અને તત્કાલ કાર્ય કરવું મહત્ત્વપૂર્ણ છે.
લૈંસેટ અનુસાર વૈજ્ઞાનિકોએ સ્વીકાર કર્યા છે કે લોકડાઉન, સમારોહ પર રોક જેવા હાલના પ્રતિબંધોથી જનામાં વ્યાપક રીતે ઓછો ભરોસો પેદા થયો છે. સાથે જ કોરોના સંક્રમણની બીજી લહેરના ડરથી લોકોની અંદર હર્ડ ઈમ્યુનિટીને લઈને રસ જાગ્યો છે. જો કે તમામ વૈજ્ઞાનિકોએ એ વાત પર જોર આપ્યું છે કે કોરોના સંક્રમણથી પ્રતિરક્ષા પર નિર્ભર હર્ડ ઈમ્યુનિટી જેવી કોઈ પણ મહામારી સામે લડવાની રણનીતિ ત્રુટિપૂર્ણ છે.


Related News

Loading...
Advertisement