‘ઓ’ બ્લડ ગૃપ ધરાવતા લોકોમાં કોરોનાનું જોખમ ઓછુ

16 October 2020 01:53 PM
Health India
  • ‘ઓ’ બ્લડ ગૃપ ધરાવતા લોકોમાં કોરોનાનું જોખમ ઓછુ

સંક્રમિતોમાં એ, બી અને એબી બ્લડ ગૃપ ધરાવતા લોકોની સંખ્યા વધ

નવી દિલ્હી તા. 16
કોરોના મહામારીએ દસ્તક દીધાને મહિનાઓ વિતવા છતાં તેના તમામ રહસ્યો પરથી પડદો ઉઠાવી શકાયો નથી. હવે શોધકર્તાઓને અભ્યાસ દરમિયાન એક નવુ રહસ્ય જાણવા મળ્યુ છે. જેમાં ‘ઓ’ બ્લડ ગૃપ ધરાવતા લોકોમાં કોરોનાના સંક્રમણ ઓછુ હોવાનું જાણવા મળ્યુ છે. જો તેઓ સંક્રમિત થાય તો પણ અંગોની જટીલતાઓ સહિત અન્ય ગંભીર પરિણામોની આશંકા ઘણી ઓછી હોય છે. તો એક જાતિથી જર્નલમાં પ્રકાશિત શોધમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ‘ઓ’ બ્લડ ગૃપ ધરાવતા લોકો કોરોનાની ચપેટમાં આવવાની શકયતા ઓછી છે.શોધકર્તા અને યુનિવર્સિટી ઓફ સાઉધર્ન ડેનમાર્કના ટોર્બન બૈરંગટનના જણાવ્યા મુજબ ‘તેમના દેશની સ્થિતિ ઘણી અલગ છે. વસ્તી ઓછી હોવાને લીધે ભીડને અંકુશમાં કરી શકાય છે.
અભ્યાસના નિષ્કર્ષોની તુલના માટે ડેનમાર્કના સ્વાસ્થ્ય રજીસ્ટ્રી ડેટાએ રર લાખથી વધુ લોકોના નિયંત્રિત ગૃપમાંથી 4.73 લાખથી વધુની કોરોના તપાસ કરવામાં આવી. જેમાં સામે આવ્યું કે જેટલા લોકો કોરોના સંક્રમિત હતા તેમાં ઓ પોઝીટીવ બ્લડ ગૃપ ધરાવતા લોકોની સંખ્યા ઓછી હતી. સંક્રમિતોમાં એ, બી અને એબી બ્લડ ગૃપ ધરાવતા લોકોની સંખ્યા મહતમ હતી. શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે એ અને એબી બ્લડ ગૃપ ધરાવતા લોકોમાં શ્ર્વાસ લેવાની તકલીફ વધારે જોવા મળે છે. કોરોનાને કારણે તેમના ફેફસાને નુકશાન પહોંચવાનો દર પણ વધુ હોય છે. આ બંને બ્લડ ગૃપ ધરાવતા લોકોની કિડની પર પણ અસર પડી શકે છે. અને ડાયાલિસીસની જરૂરીયાત પણ ઉભી થઇ શકે છે.
આ પહેલા પણ કિલનીકલ મેડિકલ ડિસીઝ નામના જર્નલમાં પ્રકાશિત શોધમાં દાવો થઇ ચુકયો છે કે ઓ બ્લડ ગૃપ ધરાવનારાની તુલનામાં એ બ્લડ ગૃપ ધરાવતા લોકોમાં કોરોનાનું જોખમ વધુ હોય છે.


Related News

Loading...
Advertisement