જસદણ મુસ્લિમ એકતા મંચ દ્વારા હાથરસ મામલે આવેદનપત્ર

16 October 2020 12:41 PM
Jasdan
  • જસદણ મુસ્લિમ એકતા મંચ દ્વારા હાથરસ મામલે આવેદનપત્ર

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.16


હાથરસમાં દલીત યુવતી પર દુષ્કર્મ મામલે પરીવાર ને સંપુર્ણ ન્યાય મળે તે બાબતે મુસ્લિમ એક્તા મંચ જસદણ ટીમ દ્વારા રાજ્યપાલશ્રી ને સંબોધી જસદણ પ્રાંત અધિકારી ને આવેદન પત્ર અપાયુ હતુ સમગ્ર ગુજરાતમાં સર્વે સમાજની સુખાકારી સામાજીક વિકાસ અથે ચાલતી ચળવળ મુસ્લિમ એક્તા મંચ ના જસદણ તાલુકાના હોદ્દેદારો દ્વારા પીડીત પરીવાર ને ન્યાય ની માંગ કરાય હતી ઉતર પ્રદેશ ના હાથરસ જીલ્લામાં દલીત યુવતી સાથે સામુહીક રીતે બળાત્કાર ત્યાર બાદ તે યુવતી નુ મોત નીપજયુ હતુ હાથરસ ગેંગરેપ કેસ માં પીડીત પરીવાર ને સંપુર્ણ ન્યાય મળે તે બાબત સુનીશ્વિત કરવા જસદણ તાલુકાના શ્રી પ્રાંત અધિકારી મારફતે રાજયપાલને આવેદન પાઠવી ભારત સરકાર ને અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે યુ.પી. ના હાથરસ જીલ્લા ના એક નાના ગામ માં 19 વર્ષીય દલીત સમાજની ક્ધયા પર સામુહીક બળાત્કાર ગુજારી અને ત્યારબાદ તે યુવતી ની કરોડરજુ તોડી નાખવામાં આવી હોવાથી તેને લકવો થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે દિલ્લી ની સફદરજંગ હોસ્પીટલ માં દાખલ કરવામાં આવી હતી અને અમુક દીવસોમાં તેનુ મોત નીપજયુ હતુ જેથી સમગ્ર દેશ ના લોકો મા આ મામલે આકોશ ભભુકી રહયો હોય આ ધટના મા આરોપીઓ પર સખત કાર્યવાહી થાય તેમજ પીડીત પરીવાર ને યોગ્ય સંપુર્ણ ન્યાય મળે તે બાબત ને સુનીચ્છિત કરવા સરકાર શ્રી સમક્ષ મુસ્લિમ એક્તા મંચ દ્વારા માંગ કરાય હતી.રસીદ લોહિયા ,મોહસીન મુલતાની,બશીરભાઈ પરમાર,રફીક રાવાની,અને દલિત આગેવાન દિનેશભાઈ પરમાર મુસ્લિમ એકતા મંચ દ્વાર જસદણ તાલુકાના પ્રાંત અધિકારી ને આવેદનપત્ર અપાયું હતું.


Loading...
Advertisement