બેટ દ્વારકામાં યોજાયેલ અશ્વ રેસમાં સત્તર અશ્વ સવારોએ પોતાનું હિર બતાવ્યા

16 October 2020 12:29 PM
Jamnagar Sports
  • બેટ દ્વારકામાં યોજાયેલ અશ્વ રેસમાં સત્તર અશ્વ સવારોએ પોતાનું હિર બતાવ્યા

ઓખા, તા. 16
દેશના પશ્ર્ચિમ કિનારે બેટ દ્વારકા ટાપુ પર અનેક ધાર્મિક સ્થાનો સાથે વિશાળ રમણીય દરીયા કિનારો પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે. અહીંની પ્રજા મુખ્ય વહાણવટી વેપાર પર આધારીત છે. અહીંના લોકો રજવાડી વખતના અશ્ર્વનો શોખ રાખેલ છે. અહીં દરીયા કિનારે દર વર્ષે ત્રણથી ચાર વખત અશ્ર્ચ રેસનું આયોજન થાય છે. જેનું આયોજન ધોડેશ્ર્વારના પ્રમુખ હુસેન જાકુ સેતા કરે છે.
બેટ બાલાપરના દરીયા કિનારે અશ્ર્વ રેસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં જુદા જુદા ગામમાંથી આવેલ 17 અશ્ર્વ સવારોએ ભાગ લીધો હતો. પ્રથમ નંબરે ઓખાના ફકીર મામદના લકકી અશ્ર્વનો, બીજા નંબરે જામનગરના કોહીનુર અશ્ર્વનો તથા ત્રીજા નંબરે બેટના હુશેન જાકુ સેતાનો રહ્યો હતો.
અહીંના લોકોનું કહેવું છે કે સરકાર આ આયોજનમાં રસ દાખવે અને ત્યોહારોમાં આ હરીફાઇ યોજાય તો યાત્રીકો અને પ્રવાસીઓને લાભ મળે અને અશ્ર્વ સવારોને પણ પ્રોત્સાહન મળી રહે.


Related News

Loading...
Advertisement