બાબર સમાજની દિકરીને વોટસએપ ગ્રુપની મદદથી ઓપરેશન બાદ નવી જીંદગી મળી

16 October 2020 12:00 PM
Jasdan Health
  • બાબર સમાજની દિકરીને વોટસએપ ગ્રુપની મદદથી ઓપરેશન બાદ નવી જીંદગી મળી

જસદણ તા.16
બાબર સમાજના સુરત ખાતે રહેતા પુનાભાઈ ભીખાભાઈ દવેરા ની પુત્રી ચિ. મિતલ ને આંચકી આવતી હોવાનો વિડીયો ફેસબુક મા વાયરલ થયેલ જે અન્વયે જ્ઞાતિ સમાજના વોટ્સ અપ ગ્રુપ જય વિર મેહુરદાદા-1 દ્વારા મિતલ ની સારવાર માટે આર્થિક મદદ કરવા પુનાભાઈ ના બેંક એકાઉન્ટ મા ડાયરેક્ટર ઓન લાઇન થી જમા કરવા નાયબ મામલતદાર અશોકભાઈ મકવાણાએ અપીલ કરતા મેસેજ મુકતા તેમજ સમાજના યુવા કાર્યકર્તા રજનીશભાઈ મકવાણાએ સમાજના અન્ય વોટસ અપ ગ્રુપ તથા ફેસબુકમા મેસેજથી વિનંતી કરતા રુ.1,22,417 જેવી માતબર રકમ ત્રણ ચાર દિવસમા જ સમાજના શ્રેષ્ઠીઓએ ઓનલાઈન થી પુનાભાઈના ખાતામા જમા કરાવેલ.ત્યારબાદ મિતલ ને સારવાર અર્થે રાજકોટ ખાતે લઈ આવતા તથા બ્લડ સહિતના તમામ રીપોર્ટ કરાવતવામાં આવેલ હતા. રિપોર્ટ સ્ટર્લીંગ હોસ્પિટલમાં ડો.ગૌરાંગ વાઘાણીને બતાવતા મગજની એક નળી બ્લોક થયેલ હોવાનુ જણાવેલ.જેનુ તાત્કાલિક ઓપરેશન કરવાની જરુર હોવાથી ફરીથી જય વિર મેહુરદાદા-1 ગુપમા અપીલ કરતા ફક્ત એકજ દિવસમા ફરીથી સમાજના શ્રેષ્ઠીઓએ બીજી વાર પણ 25000 જેટલી માતબર રકમ પુનાભાઈ ના ખાતામાં ઓન લાઇન થી જમા કરાવેલ છે અને સ્ટર્લીંગ હોસ્પિટલમાં 9-10-2020 ના રોજ દાખલ થયેલ અને ઓપરેશન સફળતા પુર્વક થયેલ છે. આમ સોશ્યલ મીડિયાના માધ્યમથી બાબર સમાજની દિકરીનુ સફળતા પુર્વક ઓપરેશનનો ખર્ચ એકત્રીત થયેલ છે અને એક બેટીને નવી જીંદગી મળેલ છે. અંતે પુનાભાઈ એ સમાજના તમામ મેમ્બસ


Related News

Loading...
Advertisement