ગીરગઢડાના કાંધીગામના આરોગ્ય કેન્દ્રની હાલત જર્જરીત : ખુલ્લા મેદાનમાં લોકોની કરાતી સારવાર

16 October 2020 11:54 AM
Junagadh Health
  • ગીરગઢડાના કાંધીગામના આરોગ્ય કેન્દ્રની હાલત જર્જરીત : ખુલ્લા મેદાનમાં લોકોની કરાતી સારવાર
  • ગીરગઢડાના કાંધીગામના આરોગ્ય કેન્દ્રની હાલત જર્જરીત : ખુલ્લા મેદાનમાં લોકોની કરાતી સારવાર

છત-દિવાલમાંથી અવારનવાર ખરતા પોપડાથી સ્ટાફના જાનનું જોખમ

ઉના, તા. 16
ગીરગઢડાના કાંધી ગામે આવેલ સી એચ સી કેન્દ્ર 10 વર્ષે પહેલા નવુ બનાવવામાં આવેલ હતું. આ સી એચ સી કેન્દ્ર આજે જર્જજરીત હાલતમાં બની જતાં કેન્દ્રમાં દર્દીઓ તેમજ મહીલા પ્રસુતિ સમયે સારવાર માટે આવે ત્યારે પોતાના જીવના જોખમે સારવાર લેવી પડે છે.
ત્યારે આ સી એચ સી કેન્દ્રમાં આવેલ પ્રસુતિ વિભાગના રૂમમાં અંદર સ્લેબની છત પરથી અચાનક મસમોટા પોપડા પડતા જાનહાની ટળી હતી. જોકે આ જર્જરીત છત પરથી પોપડા પડ્યા એ દરમ્યાન રૂમમાં કોઇ ન હોવાથી દર્દીઓનો આબાદ બચાવ થયેલ હતો. આ સી એસ સી કેન્દ્રના તમામ રૂમ જર્જરીત હોવાથી સી એચ સી કેન્દ્ર પર ફરજ બજાવતા તબીબ અને કર્મચારી સ્ટાફ દ્વારા રૂમની બહારના ભાગે ફરજ બજાવી રહ્યા છે.


જોકે આ કેન્દ્રમાં વધુ પોપડા પડવાથી દર્દીઓને ઇજા ન પહોચે તેથી તબિબો સી એચ સી ના કમ્પાઉન્ડમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે. અને આ કેન્દ્રમાં ભ્રષ્ટાચાર પોપડાઓ શું કોઈ જાનહાની લેશે તેની તંત્ર રાહ જોઇ રહ્યુ છે કે શુ ? તેમજ પંચાયત તેમજ આરોગ્ય તંત્ર દ્વારા દર્દીઓને ધ્યાને રાખી સી એચ સી કેન્દ્ર નવું બનાવવા તેમજ સમાર કામગીરી કરાશે તેવા સવાલ ઉઠવા પામેલ છે...


કેન્દ્રમાં પોપડા પડવાથી બહાર ટ્રીટમેન્ટ કરવી પડે છે...ડો..રીમાબેન


ગીરગઢડાના કાંધી સી એચ સી કેન્દ્રના તબીબ રીમાબેનએ જણાવેલ કે ગામના સબ સેન્ટરની હાલત અતી ખરાબ હોવાથી અંદર ઓપીડી કે કોઈ દર્દીની ટ્રીટમેન્ટ કરી શકાય નહી. દર્દીઓની ટ્રીટમેન્ટ દરમિયાન પોપડા પડવાથી કોઈ વ્યક્તિને ઈનજરી અથવા જાનહાની થાય તો શું કરવુ એટલા માટે સી એચ સી કેન્દ્રની બહાર સારવાર કરવી પડે છે .


દવાખાનુ જર્જરીત હોવાથી ઉના સુધી અથવા બહાર ગામ જવુ પડે છે...ઉપ સરપંચ
કાંધી ગામના ઉપસરપંચ મમતાબેન સતુભાઇએ જણાવેલ હતુ કે દવાખાનું એકદમ જર્જરીત હાલતમાં હોવાથી રૂમની અંદરની છત ઉપરથી પોપડા પડે છે આ બાબતે અનેક રજુઆત
કરેલ છે.
વહેલી તકે રીપેરીંગ અથવા નવુ બાંધકામ કરવામાં આવે અને જર્જરીત છતના કારણે દર્દી ઓમાં ભય રહેતો હોવાના કારણે ગામના ગરીબ માણસો સારવાર માટે ઉના સુધી અથવા બહાર ગામ જવુ પડે છે.
હાલ તો ગામમા તબીબ દ્રારા દવાખાનાની બહાર બેસી દર્દીઓને સારવાર આપી રહ્યા છે..


Related News

Loading...
Advertisement