મહુવા-સુરત-મુંબઇ રેલવે સેવા ફરી શરૂ કરવા રેલવે મંત્રાલયને ઉગ્ર રજુઆત

16 October 2020 11:31 AM
Amreli Travel
  • મહુવા-સુરત-મુંબઇ રેલવે સેવા ફરી શરૂ કરવા રેલવે મંત્રાલયને ઉગ્ર રજુઆત

ખાનગી વાહનોમાં ઉંચા ભાડાથી લૂંટાતા પ્રવાસીઓ : ભારે રોષ

અમરેલી, તા. 16
અમરેલી સંસદીયવિસ્તારના વ્યવસાય અથે સુરત વસવાટ કરતા લોકોની સવલત માટે મહુવા-બાંદ્રા અને મહુવા-સુરત ટ્રેનને પુન: રાબેતા મુજબ ચાલુ કરવા બાબતે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોતમભાઈ રૂપાલા અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરવામાં આવેલ છે.
સાંસદ દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ અમરેલી સંસદીય વિસ્તારમાં મહુવા-બાંદ્રા સુપર ફાસ્ટ એકસપ્રેસ (ટ્રેન નં. રર990 અને રર994) અઠવાડિયામાં બે વાર અને મહુવા-સુરત સુપર ફાસ્ટ એકસપ્રેસ (ટ્રેન નં. 1ર946) અઠવાડિયામાં એક વાર સુપેરે ચાલી રહી હતી. પરંતુ વૈશ્વિક મહામારી કોરોના (કોવિડ-19)ના કારણે કેન્દ્ર સરકાર તરફથી સમગ્ર દેશમાં ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવેલ હતી.
સાંસદે રજૂઆતમાં વધુમાં જણાવેલ છે કે, હાલમાં દેશના તમામ જિલ્લાઓમાં ધીમે ધીમે ટ્રેન સેવાઓ ચાલુ થયેલ છે અને આગામી દિવસોમાં નવરાત્રી, દશેરા, દિપાવલી અને નૂતન વર્ષ જેવા તહેવારો પણ આવી રહયા છે. સૌરાષ્ટ્રના ખાસ કરીને અમરેલી સંસદીય વિસ્તારના મોટા ભાગના લોકો વ્યવસાય અર્થે સુરત શહેર સાથે સંકળાયેલા છે. હાલમાં આ રૂટ ઉપર રપ0 થી 300 જેટલા પ્રાઈવેટ વાહનો ચાલી રહયા છે. આ બંને ટ્રેનો બંધ હોવાને લીધે આ તમામ લોકોને ઉચા ભાડા ચુકવવા પડી રહયા છે અને પરીણામે તેઓ ઉપર વધુ આર્થિક બોજો પડી રહ્યો છે. જેથી સાંસદ નારણભાઈ કાછડીયાએ મહુવા-બાંદ્રા અને મહુવા-સુરત ટ્રેનને પુન: રાબેતા મુજબ ચાલુ કરવા સરકારમાં રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાયાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.
અમરેલી ખાતે આવેલ એન્જલ સિનેમા શરૂ
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી સામે ભારત દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યારથી અમરેલીના માણેકપરામાં આવેલ એન્જલ સિનેમા આગામી આજરોજ લોકડાઉન બાદ ફરી શરૂ થવા જઈ રહયું છે.
આગામી શુક્રવારના રોજ એન્જલ સિનેમામાં ગુજરાતી ફિલ્મ હેલારો તથા હિન્દી ફિલ્મ મરજાવા ફિલ્મથી શરૂ થશે બન્ને સ્ક્રીનમાં રોજ 4 શો શરૂ કરવામાં આવશે.
સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઈઝ સહિતના નિયમો મુજબ સિનેમા ઘર શરૂ થતાં લોકોમાં આનંદ છવાયો છે.


Related News

Loading...
Advertisement