ભારતીય ગ્રાહકો માત્ર 9 મિનિટમાં ઈ-કોમર્સથી ખરીદી કરે છે

15 October 2020 07:53 PM
Rajkot Business
  • ભારતીય ગ્રાહકો માત્ર 9 મિનિટમાં ઈ-કોમર્સથી ખરીદી કરે છે

બ્રિટનના લોકો ઓનલાઈન ખરીદીમાં નિર્ણય લેવામાં 30 મીનીટનો સમય લે છે

નવી દિલ્હી તા.15
કોરોના મહામારીએ ઓનલાઈન ખરીદી પર નિર્ભરતા વધારવાની સાથે સાથે ગ્રાહકનો નિર્ણય લેવાનો સમય પણ ઘટાડી નાખ્યો છે. ભારતીય ગ્રાહક માત્ર નવ મીનીટમાં જ ઓનલાઈન ખરીદીનો નિર્ણય લઈ રહ્યા છે. ફિલપકાર્ડ અને બેન એન્ડ કંપનીની સંયુક્ત રિપોર્ટમાં આ જાણકારી મળી છે.
રિપોર્ટ અનુસાર ગ્રાહક કોઈપણ ઓનલાઈન ખરીદી પહેલા લગભગ 20 હળતા-મળતા ઉત્પાદનો જુએ છે. મોબાઈલ અને ઈલેકટ્રોનીક સામાનમાં તેન સંખ્યા વધીને 50થી60 થઈ જાય છે. જો કે ઉત્પાદનની વિસ્તૃત જાણકારી માત્ર 50 ટકા ગ્રાહકો જ લે છે.
એક બાજુ ભારતીય માત્ર નવ મીનીટમાં ઓનલાઈન ખરીદીનો નિર્ણય લે છે ત્યારે બ્રિટનના લોકો ઉત્પાદનોનો રિવ્યુ ચવા અને ખરીદવામાં 30 મીનીટનો સમય લે છે. બ્રિટનમાં 2000 લોકો પર કરાયેલા સર્વેમાંથી આ જાણકારી મળી છે.

ઓનલાઈન ખરીદી પહેલા આટલું ખાસ ધ્યાન રાખો
નવી દિલ્હી: ફેસ્ટીવલ સેલ દરમિયાન ઓનલાઈન ખરીદીમાં કેટલીક ખાસ બાબતો ગ્રાહકોએ ધ્યાનમાં રાખવી જરૂરી છે. અનેક કંપનીઓ 80 ટકા સુધી વળતરનો દાવો કરશે, પણ આપ કયારેય બમ્પર છૂટ જોઈને ખરીદી ન કરતા. સૌ પહેલા તો આપની જરૂરતને જોઈને નિર્ણય કરશો. ઉત્પાદનની ખરી કિંમત જાણવી જેથી ખબર પડશે કે શું ખરેખર વળતર મળે છે કે નહીં. કેટલીક ઈ-કોમર્સ કંપનીઓનો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ ઉપલબ્ધ કરાવે છે. જેમાં કંપની અને બેન્ક વચ્ચે તાલમેલ હોય છે. સરવાળે ગ્રાહક પર બોજ વધે છે. કેશબેકની લાલચમાં ગ્રાહક પોતાના બજેટની બહાર ખરીદી કરે છે, તેનાથી સાવધ રહેવું જોઈએ.
તહેવારોમાં કોઈપણ સેલમાં ખરીદી કરતા પહેલા ગ્રાહકે ઉત્પાદનની વિસ્તૃત જાણકારી અને રિવ્યુ લેવો જોઈએ.


Related News

Loading...
Advertisement