ફુલના માર્કેટમા મંદી: આ વર્ષે બહારથી નહી આવે સ્ટોક

15 October 2020 07:32 PM
Rajkot Business
  • ફુલના માર્કેટમા મંદી: આ વર્ષે બહારથી નહી આવે સ્ટોક

અગાઉ માંગને પહોંચી વળવા લોકલ માર્કેટના સ્થાને બહારથી ફુલોે મંગાવવામાં આવતા; સ્ટોકમાં 80 ટકાનો ઘટાડો કરતાં વેપારીઆ

રાજકોટ તા.15
માતાજીની આરાધનાનું પર્વ નોરતા શનિવારથી શરુ થવા જઈ રહ્યા છે. ગુજરાતના અન્ય શહેરોની જેમ રાજકોટમાં પણ આ પર્વને ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. તો તેની તૈયારીઓ પણ મહિનાઓ અગાઉથી શરૂ થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કહેરને લીદે અનેક મહત્વના તહેવારો પછી નવરાત્રીનું આયોજન પણ રદ
થયું છે.
નવરાત્રીના પર્વની પરંપરાગત ઉજવણી રદ થતાં તેને સંલગ્ન અનક વેપાર-ધંધા પર તેની વિપરીત અસર પડી છે. જેમાં ફુલોના વેપારનો પણ સમાવેશ થાય છે. દર વર્ષે બહારથી મંગાવવામાં આવતા ગુલાબ અને પીળા ફુલોની ભારે ડિમાન્ડ રહેતી હોય છે. રામનાથપરાની ફુલ માર્કેટમાં પણ નવરાત્રી અગાઉ ભારે ભીડ જોવા મળતી. શહેરમાં યોજાતી 200થી300 ગરબીમાં ઉપયોગમાં લેવાતા ફુલોની માંગને પહોંચી વળવા માટે અહીંના વેપારીઓ 2-3 દિવસ અગાઉ સ્ટોક કરી લેતાં હોય છે.
દર વર્ષે ફુલોની માંગને ધ્યાને લઈને લોકલની સાથે બહારથી પણ અઢળક ફુલોનો સ્ટોક રાજકોમાં મંગાવવામાં આવતો હતો. પરંતુ આ વર્ષે માંગ ન હોય મોટાભાગના ફુલના વેપારીઓએ બહારથી સ્ટોક મંગાવવાની જગ્યાએ લોકલ માર્કેટ પર જ આધાર રાખવાના હોવાનું જાણવા મળે છે.

‘ગત વર્ષે 300 કિ.ગ્રા. ફુલોની સામે આ વર્ષે 40 કિ.ગ્રા.નો સ્ટોક’
સુખદેવ કટોસણીયા, ફુલના વેપારી
‘સામાન્ય રીતે નવરાત્રી અગાઉ 200-300 કિલોગ્રામ ફુલોનો સ્ટોક કર્યો હોય છે. પરંતુ અત્યારે માત્ર 30-40 કિલોગ્રામ જ સ્ટોક કર્યો છે. અમે નવરાત્રી અગાઉ ફુલોના હાર પણ બનાવી લેતા હોય છીએ. પરંતુ આ વર્ષે કંઈ શરુઆત જ કરી નથી. અત્યારે અમે લોકલ ફુલો જ ઉપયોગમાં લઈ રહ્યા છીએ. પ્રથમ નોરતામાં માંગના આધારે બહારથી મંગાવવામાં આવશે.’


Related News

Loading...
Advertisement