શેરબજારમાં 1100 પોઈન્ટનો કડાકો: સોના-ચાંદી તૂટયા

15 October 2020 04:47 PM
Business India
  • શેરબજારમાં 1100 પોઈન્ટનો કડાકો: સોના-ચાંદી તૂટયા

સેન્સેકસ ઉઘડતામાં 41000 વટાવી ગયા બાદ 40000ની નીચે ઉતરી ગયો: કોરોનાનો નવો ગભરાટ, કેટલાંક દેશોમાં લોકડાઉન તથા અમેરિકી ચૂંટણી જેવા કારણોથી આક્રમક વેચવાલી: તમામ ઉદ્યોગક્ષેત્રોના શેરો તૂટયા

રાજકોટ તા.15
મુંબઈ શેરબજારમાં અફડાતફડી-અનિયમિત વધઘટનો તબકકો શરૂ થયો હોય તેમ પ્રારંભીક તેજી બાદ કડાકો બોલી ગયો હતો. સેન્સેકસ 1100 પોઈન્ટનો ઘટાડો સૂચવતો હતો. ઈન્ટ્રા-ડે 1300 પોઈન્ટથી વધુનુ ગાબડુ સુચવતો હતો જે એક તબકકે 41000ને વટાવી ગયો હતો.

શેરબજારમાં આજે જબરી અફડાતફડી હતી. વઅશ્ર્વિક પ્રોત્સાહક ટ્રેન્ડ, ભારતમાં એક પછી એક રાહત પેકેજ આવતા વર્ષે ભારતમાં જબરદસ્ત આર્થિક રિકવરી આવવાનો રિપોર્ટ, વિદેશી નાણા સંસ્થાઓની સતત લેવાલી તથા કોર્પોરેટ ક્ષેત્રના ધારણાથી સારા પરિણામો જેવા અનેકવિધ સારા કારણોથી માર્કેટ તેજીમાં ધમધમતુ રહ્યું હતું. પરંતુ બપોરે અચાનક વલણ પલ્ટાયું હતું. અમેરિકી ડાઉજોન્સ ફયુચર 300 પોઈન્ટ નીચો આવતા તથા જર્મની જેવા અન્ય વિદેશી શેરબજારોમાં ગાબડા પડતા ભારતીય માર્કેટ પણ મંદીમાં ધસી પડયું હતું.

શેરબજારના જાણકારોએ એમ કહ્યું કે વિશ્ર્ની સૌથી મોટી આર્થિક મહાસતા અમેરિકામાં ચૂંટણીને આડે 200 દિવસ પણ બાકી નથી અને ટ્રમ્પ શાસન આવવા વિશે શંકા દર્શાવતા રીપોર્ટ આવી રહ્યા છે. અમેરિકી ચૂંટણીની અસર વૈશ્ર્વિક નાણાંબજારોમાં પડવાનું સ્પષ્ટ છે. આ સંજોગોમાં હજુ આવતા દિવસોમાં પણ ટ્રેન્ડ તેજી-મંદી તથા ઉથલપાથલ ભર્યો જ બની રહે તેમ છે.

શેરબજારમાં મંદીના મોજામાં તમામે તમામ ઉદ્યોગક્ષેત્રોના શેરોમાં ગાબડા પડયા હતા. ટીસીએસ, ટેક મહીન્દ્ર, અલ્ટ્રાટેક, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીન સર્વિસ, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, ઈન્ફોસીસ, એચડીએફસી, કોટક બેંક, લાર્સન, મારૂતી, આઈસીઆઈસીઆઈ બેંક, નેસલે, રીલાયન્સ સ્ટેટ બેંક, સન ફાર્મા, ટેલ્કો વગેરેમાં ઘટાડો હતો. મંદીબજારે પણ હીરો મોટો, એનટીપીસી, ઈન્ડીયન ઓઈલ, એશિયન પેઈન્ટસ વગેરે મજબૂત હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 1040 પોઈન્ટના કડાકાથી 39760 હતો જે ઉંચામાં 41048 તથા નીચામાં 39050 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 287 પોઈન્ટના કડાકા 11683 હતો.

શેરબજારની જેમ સોના-ચાંદીમાં પણ કડાકો હતો. ચાંદી 1200 રૂપિયાના ગાબડાથી 60385 હતી. સોનુ 250 ગગડીને 50295 હતું.


Related News

Loading...
Advertisement