નલીયા વાયુમથકના સાર્જન્ટને પોતાની રાઇફલમાંથી ગોળી વાગી

15 October 2020 04:01 PM
kutch
  • નલીયા વાયુમથકના સાર્જન્ટને પોતાની રાઇફલમાંથી ગોળી વાગી

અકસ્માતે બનાવ બન્યો કે બીજુ કંઇ?

ભૂજ તા.15
અબડાસા તાલુકાના નલિયા વાયુસેના મથકમાં ગત મંગળવારે સાંજના સમયે એક જવાનને પોતાની રાઇફલ વળે કોઇ ભેદી કારણોસર છાતીના ભાગે ગોળી વાગતાં ગંભીર હાલતમાં પુના ખાતેના વાયુમથકની હોસ્પિટલમાં લઇ જવાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર નલિયા એરફોર્સમાં ફરજ બજાવતા સારજન્ટ ઓમ પ્રકાસભાઇ હરચંદભાઇ યાદવે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ગત મંગળવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં નલિયા એરફોર્સમાં ફરજ બજાવતા સચીનકુમાર નામના સાર્જન્ટને ફરજ દરમિયાન પોતાની રાયફલમાંથી ગોળી વાગી જતાં તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક પ્રથમ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ અવાયા બાદ વિમાનમાર્ગે પુના ખાતે આવેલી એરફોર્સની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જવાને ેગોળી કયા સંજોગમાં વાગી છે, ે કોઇ અન્ય કારણો સર તે સહિતની તપાસ કોઠારા પોલીસ મથકના પીએસઆઇ એચ.એચ.જાડેજા ચલાવી રહયા છે. આ ઘટનાથી વાયુમથકમાં ચકચાર ફેલાઈ છે.


Loading...
Advertisement