આઠ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર એલસીબી

15 October 2020 02:39 PM
Porbandar
  • આઠ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર એલસીબી

(સુનિલ ચૌહાણ) રાણાવાવ તા.15
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીનાઓએ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે એલસીબી પીઆઇ એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી એલ.સી.બી. સ્ટાફ સાથે પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કો.રવિભાઇ ચાઉ તથા હે.કો.દિલીપભાઇ મોઢવાડીયાને મળેલ ચોકકસ હકિકત આધારે રાણાવાવ પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ સી 11218015200080 પ્રોહી કલમ- 66(1)બી, 65ઇ, 116બી, 81 મુજબના ગુન્હાના કામેનો નાસતો ફરતો આરોપી ઇમરાન ઉર્ફે બાપુ અમીરમીંયા બુખારી ઉ.વ.35 રહે.ડુંગરપુર કોળી સમાજની વાડી સામે તા.જી.જુનાગઢ વાળાને જુનાગઢ ડુંગરપુર કોળી સમાજની વાડી પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે. સોપી આપેલ છે.
અધિકારી/કર્મચારી આ કામગીરીમા પોરબંદર એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવી, એએસઆઇ રમેશભાઈ જાદવ, બટુકભાઇ વિંઝુડા, સુરેશભાઇ નકુમ, ઇંઈ રવિભાઇ ચાઉ, ગોવિંદભાઇ મકવાણા, પીસી વિજયભાઇ જોષી, દિલીપભાઇ મોઢવાડીયા રોકાયેલ હતા.


Loading...
Advertisement