સૌરાષ્ટ્ર-કચ્છના 8 સહિત રાજ્યમાં 36 મામલતદારોની બદલીના હુકમો

15 October 2020 11:50 AM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છના 8 સહિત રાજ્યમાં 36 મામલતદારોની બદલીના હુકમો

રાજકોટ, તા. 15
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના 8 અને રાજ્યના 36 મામલતદારોની બદલીના હુકમો ગઇકાલે મોડી સાંજે રાજ્યના મહેસુલ વિભાગના નાયબ સેક્રેટરી અનિલ ઉપાધ્યાયે કર્યા છે. આવતા વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ સંદર્ભે રાજ્ય સરકારે મોટા ભાગે મતદાર નોંધણી અધિકારી એટલે કે મામલતદારોની ખાલી જગ્યાઓ ભરી દીધી હોવાનું બહાર આવ્યું છે.

ગુજરાત રાજયના મહેસુલ વિભાગના સુત્રોએ ગઇકાલે કરેલ બદલીના હુકમોમાં રાજકોટ જિલ્લાના જસદણ મામલતદાર આઇ.જી.ઝાલાને પાટણમાં મતદાર યાદીમાં હવાલે કર્યા છે. આ ઉપરાંત મનીષ પટેલને નવસારીથી સુરત તેમની રજુઆતને ધ્યાને મુકયા છે. મામલતદાર ગ્રામ્ય જુનાગઢમાં ફરજ બજાવતા રોહિતકુમાર અધારાને મહેસાણા જિલ્લામાં વડનગર ખાતે નિમણુંક આપી છે.

ઓખાના મામલતદાર વિવેક બારહટને મામલતદાર ભૂજ ગ્રામ્યના હવાલે કરવામાં આવ્યા છે. કુ.હેતલ ભાલિયાને કેશોદ મામલતદારથી બદલીને ગાંધીનગર મહાનગર પાલિકામાં મુકવામાં આવ્યા છે. જ્યારે રાજુભાઇ એસ.હુણને ધ્રોલ મામલતદારથી બદલીને ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા મામલતદારના હવાલે કરવામાં આવ્યા છે. કે.આર.શાહને ગીર સોમનાથથી બદલીને સ્પેશ્યલ સેક્રેટરી રેવન્યુ અપીલ એટલે કે એચ.એસ.આર.ડી. અમદાવાદ મુકવામાં આવ્યા છે. એમ.કે.પરમારને જામનગરથી બદલીને દ્વારકા જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

આ દરમ્યાન વી.બી.ધ્રુવને દ્વારકા જિલ્લામાંથી બદલાવીને જામનગર કલેકટર કચેરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના હવાલે કરવામાં આવ્યા છે. આ આઠ સહિત રાજ્યના 36 મામલતદારોની બદલીના હુકમો થયા છે. જે મોટા ભાગે મતદાર યાદીની કામગીરી માટે મુકવામાં આવ્યા છે. આ તમામ મામલતદારોનો તાલિમનો સમય પૂર્ણ થતા સ્વતંત્ર રીતે કામગીરી કરવા મામલતદાર બનાવવામાં આવ્યા છે. આ તમામ મામલતદારોને નવી જગ્યાએ તત્કાળ ફરજમાં હાજર થવાની સુચના કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


Related News

Loading...
Advertisement