કોરોના પ્રભાવિત વેપાર-ઉદ્યોગો માટે ગુજરાત ચેમ્બરની પહેલ: ટાસ્કફોર્સની રચના

15 October 2020 11:37 AM
Ahmedabad Gujarat Top News
  • કોરોના પ્રભાવિત વેપાર-ઉદ્યોગો માટે ગુજરાત ચેમ્બરની પહેલ: ટાસ્કફોર્સની રચના

અમદાવાદ તા.15
કોરોનાકાળમાં લાગેલા આર્થિક ફટકા તથા નાણાકીય સંકટ સામે ઝઝુમી રહેલા વેપાર ઉદ્યોગની પાયાની સમસ્યા ઉજાગર કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પહેલ કરી છે અને નિષ્ણાંતોને સામેલ કરીને જુદા-જુદા 18 ટાસ્કફોર્સની રચના કરી છે. દરેક ટાસ્કફોર્સમાં ચેરમેન નિયુક્ત કરાયા છે અને કમીટીના ધોરણે કામગીરી બજાવશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સૂત્રોએ જણાવ્યું છે કે વેપારી મહામંડળના બંધારણમાં 25 કમીટીઓ રચી શકવાની જોગવાઈ છે. કોરોનાકાળમાં લગભગ તમામ ક્ષેત્રોને ફટકો લાગ્યો છે અને અનેકવિધ સમસ્યાઓથી હજુ બહાર આવી શકતા નથી ત્યારે વધારાના ટાસ્કફોર્સની રચના કરવાનું નકકી કરવામાં આવ્યું છે. અનેક વાઈબ્રન્ટ સમીટનું સંચાલન કરનારા પૂર્વ મુખ્ય સચિવ મહેશ્વર સાહુના વડપણ હેઠળ થીંકટેન્કની પણ રચના કરવામાં આવી છે.

વેપારી મહામંડળના પ્રમુખ નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વેપારની તક વિશે શ્ર્વેતપત્ર બહાર પાડવામાં આવશે. પુર્વ મુખ્ય સચિવ વિવિધ નીતિઓ સુચવશે તે વિશે સરકારને ભલામણ કરવામાં આવશે.

ચેમ્બરના મંત્રી પથિક તિવારીના કહેવા પ્રમાણે કોરોના કાળહજી પુરો થયો નથી. વેપાર ઉદ્યોગ પર અસર યથાવત જ છે. હોટલ, મીડીયા, ઈવેન્ટ, મનોરંજન, ફીલ્મ, વેપાર સહિતના ક્ષેત્રો માટે અલગ ટાસ્કફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે. આ જુદા-જુદા ટાસ્કફોર્સ દ્વારા વેપાર ઉદ્યોગકારોની પાયાની મુશ્કેલીઓની માહિતી મેળવીને રીપોર્ટ તૈયાર કરાશે અને તેના આધારે સરકારને વિવિધ ભલામણો કરીને રાહત મંગાશે.


Related News

Loading...
Advertisement