સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મુકત દર્દીઓની સંખ્યામાં સતત વધારો : વધુ 388 ડિસ્ચાર્જ

14 October 2020 12:55 PM
kutch Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના મુકત દર્દીઓની સંખ્યામાં સતત વધારો : વધુ 388 ડિસ્ચાર્જ

24 કલાકમાં 353 પોઝીટીવ કેસ સામે 388 દર્દીઓ સાજા થયા : રાજકોટ 109, જામનગર 100, જૂનાગઢ 34, ભાવનગર 12, મોરબી 22, અમરેલી-સુરેન્દ્રનગર 19-19, ગીર સોમનાથ 13, દ્વારકા 9, પોરબંદર 1 અને કચ્છ 15 કેસ નોંધાયા : મૃત્યુદરમાં ઘટાડો

રાજકોટ તા.14
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ કોરોના સંક્રમણ જળવાઇ રહ્યું છે. જો કે કેસોમાં થોડો ઘણો ઘટાડો અને મૃત્યુ દર પણ ઘટતા રાહત મળી છે. તેમ છતા હજુ રાજકોટ-જામનગર જિલ્લામાં કોરોનાના કેસોએ સદી ફટકારી છે. રાજકોટ 109 અને જામનગર જિલ્લામાં 100 કેસો નોંધાયા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ 109, જામનગર 100, જુનાગઢ 34, ભાવનગર 12, મોરબી 12, અમરેલી 19, સુરેન્દ્રનગર 19, ગીર સોમનાથ 13, દ્વારકમ 9, પોરબંદર 1 અને કચ્છ 15 સહિત 353 પોઝીટીવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ 388 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે.

રાજકોટ
રાજકોટ જિલ્લામાં વધુ 109 પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તારના 73 અને ગ્રામ્ય તાલુકાના 36 સહિત 109 પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરનો આંક 7421 પર પહોંચ્યો છે. હાલ 858 દર્દીઓ સારવાર હેઠળ છે. પોઝીટીવ રેટ 3.1 ટકા નોંધાયો છે. ખાનગી-સરકારી કોવિડ સેન્ટરમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગઇકાલે પાંચ દર્દીઓના મોત નોંધાયા હતાં.

મોરબી
મોરબી જિલ્લામાં વધુ 22 પોઝીટીવ કેસ નોંધાયા છે. મોરબી તાલુકામાં 15 કેસમાં વાંકાનેર, હળવદ અને ગ્રામ્ય વિસ્તારોમાં કેસ નોંધાયા છે. વધુ 20 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી.

દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે મંગળવારે કોરોનાના ખંભાળીયા અને દ્વારકાના ત્રણ-ત્રણ તથા કલ્યાણપુરના બે તથા ભાણવડનો એક મળી કુલ નવ નવા કેસ નોંધાયા છે. જયારે નવ દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાના 68 એકટીવ કેસ છે.

ગીર સોમનાથ
ગીર-સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી 13 જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે જયારે સારવાર હેઠળના 16 દર્દીઓ સ્વવસ્થં થતા ડીસ્ચાજર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 1587 પર પહોંચેલ છે.

ગીર સોમનાથ જીલ્લાનના ચાર તાલુકાઓમાંથી 13 પોઝીટીવ કેસો આવેલ છે જેમાં વેરાવળના - 5, સુત્રાપાડાના - 5, કોડીનારના - 2, ઉનાના - 1 મળી કુલ 13 પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના ર, સુત્રાપાડાના 7, તાલાલાના 7 મળી 16 દર્દીઓ સ્વલસ્થ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 12 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,511 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 8 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 11 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઘોઘા તાલુકાના ઉખારલા ગામ ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 16 અને તાલુકાઓના 22 એમ કુલ 38 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 4,511 કેસ પૈકી હાલ 153 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,283 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.

જૂનાગઢ
કોરોનાનો કહેર જૂનાગઢ જિલ્લા અને શહેરમાં યથાવત રહેવા પામ્યો છે. ગઇકાલે પણ જિલ્લામાં 35 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જેમાં જૂનાગઢના 17, કેશોદમાં 5, વિસાવદર, જૂનાગઢ તાલુકા, વંથલી, માણાવદર, માંગરોળમાં એક-એક કેસ મળી કુલ 35 કોરોનાના રેકર્ડ ઉપર નોંધાયા હતા. ગઇકાલે 33 દર્દીઓનો રિપોર્ટ નેગેટીવ આવતાં રજા આપવામાં આવી હતી. જેમાં કેશોદ-5, વિસાવદર-વંથલી, માણાવદરમાં ત્રણ-ત્રણ, જયારે જૂનાગઢ તાલુકાના ભેંસાણ, માળીયા, માંગરોળ એક-એક મળી કુલ 33ને રજા આપવામાં આવી હતી. 14માં દિવસે પણ એક મોત જુનાગઢ જિલ્લાકે શહેરમાં નોંધાયું ન હતું.

અમરેલી
અમરેલી જિલ્લામાં મંગળવારે કોરોના પોઝીટીવ 19 કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 2385 થવા પામેલ છે. મંગળવારે સારવાર લઇ રહેલા 20 જેટલા દર્દીઓ સ્વસ્થ થતા મુકત કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ 215 જેટલા દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જો કે મૃત્યુ આંકમાં કોઇ જ વધારો નહી થતાં કુલ મૃત્યુઆંક 33 જ રહેવા પામેલ છે.


Related News

Loading...
Advertisement