IPLમાં બેટસમેનો માટે ‘રસગુલ્લા’ સાબિત થઈ રહેલા ‘કરોડી’ બોલર્સ

14 October 2020 12:20 PM
India Sports Top News
  • IPLમાં બેટસમેનો માટે ‘રસગુલ્લા’ સાબિત થઈ રહેલા ‘કરોડી’ બોલર્સ
  • IPLમાં બેટસમેનો માટે ‘રસગુલ્લા’ સાબિત થઈ રહેલા ‘કરોડી’ બોલર્સ

કમીન્સ, નરૈન, કુલદીપ, કર્ણ શર્મા, કોટ્રેલ સહિતનાને કરોડો ચૂકવવા પડ્યા ભારે: શમી, ચહલ, બુમરાહ સહિતના બોલરો ધારણા પ્રમાણે જ ગાજ્યા: મુજીબ ઉર રહેમાન, ક્રિસ જોર્ડન, જીમી નિશામ પણ બેટસમેનોને રોકી શકવામાં સદંતર નિષ્ફળ

નવીદિલ્હી, તા.14
અડધોઅડધ પૂર્ણ થઈ ચૂકેલી ઈન્ડિયન પ્રિમીયર લીગની આ સીઝનમાં બેટસમેનોની જેમ અનેક મોંઘેરા બોલરો પણ તેની ટીમ માટે બોજ બનવા લાગ્યા છે. જેટલી કિંમત ચૂકવીને તેમને ખરીદવામાં આવ્યા છે તેના પ્રમાણે આ બોલરો પ્રદર્શન કરી શક્યા ન હોવાથી હવે ટ્રાન્સફર વિન્ડો સિસ્ટમ મારફતે આ બોલરો અન્ય ટીમનો હિસ્સો બને તેવી પૂરી સંભાવના સેવાઈ રહી છે.

આ બોલરોમાં સૌથી મોંઘા 15.50 કરોડની કિંમતના પેટ કમીન્સથી લઈને ચાઈનામેન બોલર કુલદીપ યાદવ સમાવિષ્ટ છે. જો કે અમુક બોલરોને દરેક મેચમાં ઉતારવામાં આવ્યા નથી પરંતુ જેટલા મેચમાં તેમને તક મળી તે મેચમાં પણ તેઓ ખાસ્સું કશું ઉકાળી શક્યા નથી.

બીજી બાજુ પેટ કમિન્સ સાથે જ ભુવનેશ્વર કુમાર અને સુનિલ નરૈન જેવા બોલરો સરેરાશ મેચમાં એક વિકેટ પણ નથી મેળવી શક્યા જેની અસર ટીમના ઓવરઓલ પ્રદર્શન ઉપર પડી રહી છે. ચેન્નાઈ અને પંજાબની ટીમે અત્યાર સુધી નીચલા બે સ્થાનેથી ઉપર આવવાની કિશશમાં લાગેલી છે કેમ તેના બોલરો વિપક્ષી ટીમના બેટસમેનો ઉપર લગામ મુકી શક્યા નથી.

જો કે પંજાબ માટે મોહમ્મદ શર્મીએ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ અન્ય બોલરો મુજીબ ઉર રહેમાન, ક્રિસ જોર્ડન અને જિમી નિશાન સહિતના બોલરો સારું પ્રદર્શન કરી શક્યા નથી. આ ઉપરાંત આઠ કરોડની કિંમતે ખરીદાયેલા નાથન કુલ્ટર નાઈલને હજુ સુધી એક પણ મેચ રમવાની તક મળી નથી.

બીજી બાજુ સૌથી મોંઘા દસ બોલરોમાં સામેલ જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ શામીએ સારું પ્રદર્શન કર્યું છે. ત્રણેય સાત-સાત મેચ રમી ચૂક્યા છે જેમાં બુમરાહે 11 જ્યારે ચહલ અને શામીએ 10-10 વિકેટ મેળવી છે. બીજી બાજુ ભુવનેશ્ર્વરને ઈજા થતાં તે આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે.


Related News

Loading...
Advertisement