ધોનીની પુત્રી માટે ધમકીની પોસ્ટ મૂકનાર મુંદ્રાના શખ્સને રાંચી લઇ જતી પોલીસ

14 October 2020 11:59 AM
kutch Gujarat Top News
  • ધોનીની પુત્રી માટે ધમકીની પોસ્ટ મૂકનાર મુંદ્રાના શખ્સને રાંચી લઇ જતી પોલીસ

ધો.12ના વિદ્યાર્થી સામે જુવેનાઇલ એકટ હેઠળ કાર્યવાહી થશે

ભૂજ તા.14
હાલમાં ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચમાં કલકત્તા નાઈટ રાઈડર્સ સામે ચેન્નાઇ સુપરકિંગ્સ ટીમના અતિ કંગાળ દેખાવથી ઉશ્કેરાઈને ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની છ વર્ષની માસુમ પુત્રી ઝીવા પર દુષ્કર્મ આચરવાની ધમકી આપનારો કચ્છના બંદરીય મુન્દ્રાના કપાયાના સગીરનો રાંચી પોલીસે કચ્છની સ્થાનિક ગુન્હાશોધક શાખા પાસેથી સત્તાવાર કબજો લઇ અદાલત પાસેથી રાચી લઇ જવાની મંજુરી સાથે પોલીસ ટીમ મુંબઈ થઇ રાંચી જવા માટે રવાના થઈ હતી.

ગત બુધવારે ચેન્નઈ અને કોલકાતાની આઇપીએલ ક્રિકેટ મેચમાં ચેન્નઈ નો પરાજય થયા બાદ ઇન્સ્ટાગ્રામ પર વિજય નામના શખ્સે અત્યંત અભદ્ર ભાષામાં મહેન્દ્રસિંહ ધોનીની 6 વર્ષીય માસૂમ પુત્રીને દુષ્કર્મ અને બળાત્કાર કરવાની ધમકી આપી હતી.આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

પશ્ચિમ કચ્છ એલસીબીએ રવિવારે સવારે સર્વેલન્સની મદદથી મુંદરાના નાના કપાયા કિશોરને દબોચી લીધો હતો અને રાંચી પોલીસને જાણ કરતા સોમવારે રાંચી પોલીસ મોડી સાંજે ભુજ પહોચી હતી. મંગળવારે સાંજે રાંચી પોલીસે એલ.સી.બી પાસેથી સત્તાવાર કબજો લઇ આરોપીને રાંતી લઇ જવાની કોર્ટ માંથી મંજુરી મેળવી હતી. બારમા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરને ત્યાં લઇ જઇ કોર્ટમાં રજુ કરી કિશોર સામે જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement