જસદણ નજીકથી ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને ઝડપી લેતી રૂરલ એસઓજી

14 October 2020 11:49 AM
Jasdan Rajkot
  • જસદણ નજીકથી ચોરાઉ બાઇક સાથે બે શખ્સોને ઝડપી લેતી રૂરલ એસઓજી

રાજકોટ તા. 14 : રાજકોટ રૂરલ એસઓજીના પીઆઇ એ.આર. ગોહીલ, જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા સહિતનો સ્ટાફ જસદણ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમીને આધારે અશોક જીવણ પલાળીયા (કોળી) (રહે. બાખલવડ ગામ તા. જસદણ) અને જીગ્નેશ વિઠ્ઠલભાઇ ડાભી (કોળી) (રહે. બાખલવડ ગામ તા. જસદણ) ને જીજે 11 એલએલ 8560 નંબરના બાઇકને અટકાવી તેના કાગળો માંગતા આરોપીઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. અને બાઇક જુનાગઢ જીલ્લાનાં બાટવા પોલીસ મથક સ વિસ્તારમાંથી ચોરી થયાનું જાણવા મળ્યુ હતુ. અને આરોપીને ચોરાઉ બાઇક સાથે ઝડપી કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement