જસદણ યાર્ડમાં ર0 હજાર મણ મગફળીની આવક : યાર્ડ પટાંગણ મગફળીથી છલકાયું

13 October 2020 11:24 AM
Jasdan
  • જસદણ યાર્ડમાં ર0 હજાર મણ મગફળીની આવક : યાર્ડ પટાંગણ મગફળીથી છલકાયું

(નરેશ ચોહલીયા)
જસદણ, તા. 13
જસદણના નવા માર્કેટિંગ યાર્ડમાં કાલે રવિવારે બપોરના 3 વાગ્યે ગેટ ખોલવામાં આવ્યા હતા અને રાત સુધીમાં 20 હજાર મણ મગફળીની આવક થતા આખું યાર્ડ રાત્રે જ મગફળીથી ઉભરાઈ ગયું હતું. કારણ કે જસદણ નવા માર્કેટિંગ યાર્ડમાં અઠવાડીયામાં બે દિવસ બુધવાર અને રવિવારે ખેડૂતોનો માલ ઉતારવામાં આવતો હોવાથી ખેડૂતોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જસદણ તાલુકાના ખેડૂતો પોતાની મગફળી યાર્ડમાં ઠાલવવા માટે એકીસાથે બહોળી સંખ્યામાં ઉમટી પડતા ખાલીખમ પડેલું યાર્ડ રાતોરાત મગફળીથી છલોછલ ભરાઈ ગયું હતું. આખું યાર્ડ મગફળીથી ઉભરાઈ જતા ફરી યાર્ડના ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. હવે યાર્ડમાં પડેલી મગફળીની વેપારીઓ દ્વારા જ્યારે ખરીદી કરવામાં આવશે ત્યારે જ યાર્ડ ખાલી થશે અને બીજા ખેડૂતોનો વારો આવશે તેવા ઘાટ જોવા મળ્યા હતા.


Loading...
Advertisement