ગુગલ સામે પેટીએમ સહિતના અનેક ભારતીય વોલેટ તથા સ્ટાર્ટઅપ મેદાનમાં

12 October 2020 02:50 PM
India Technology
  • ગુગલ સામે પેટીએમ સહિતના અનેક ભારતીય વોલેટ તથા સ્ટાર્ટઅપ મેદાનમાં

અમેરિકન જાયન્ટ ભારતીય બજારમાં તેની પોઝિશનનો દુરુપયોગ કરે છે : કોમ્પિટિશન કમિશનર ઓફ ઇન્ડીયા સમક્ષ ફરિયાદ

નવી દિલ્હી,તા. 12
હાલમાં જ આઈપીએલ સમયે જ ગુગલ પ્લે સ્ટોર દ્વારા પેટીએમ સહિતના એપને હટાવી દેવાનો વિવાદ હવે જોર પકડી રહ્યો છે અને પેટીએમના નેતૃત્વમાં ભારતની અનેક સર્વિસ કંપનીઓ ગુગલ સામે કોમ્પીટીશન કમિશનર તરીકે ગયા છે. તથા ગુગલ તેની માર્કેટ પર પ્રભુત્વની સ્થિતિનો દુરુપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ કરી છે.

ગુગલે આઈપીએલના પ્રારંભે પેટીએમ સહિતના એપ ક્રિકેટના ગેરકાનૂની સટ્ટાને પ્રોત્સાહન આપી રહ્યાનો દાવો કરીને અનેક એપને કામચલાઉ રીતે પ્લે સ્ટોરમાંથી હટાવી લીધા હતા. જો કે થોડા કલાક બાદ ફરી એક વખત પેટીએમ અને અન્ય પ્લે સ્ટોરમાં આવી ગયા હતા પણ પેટીએમના વડા વિજય શેખર શર્માએ આ પગલાને ગંભીરતાથી લીધું છે અને સ્ટાર્ટઅપના એક ગ્રુપ સાથે ગુગલની સામે કોમ્પીટીશન કમિશન સમક્ષ ફરિયાદ કરી છે.

ભારત મેટ્રો મની, મેક માય ઇન્ડીયા, ટ્રુલી મેડલી તથા એનકોર ગેમ્સ અને અન્ય 13 થી 15 સ્ટાર્ટ અપ તથા એપ નિર્માતાઓ કોમ્પીટીશન કમિશનર ઓફ ઇન્ડીયા સમક્ષ ગયા છે અને આ અમેરિકી ટેક જાયન્ટસ સામે સતાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. ગુગલ સ્માર્ટ ટીવીમાં પણ અનેક એપને બ્લોક કરી રહી છે.

આ અંગે ગુગલે હજી કોઇ ખુલાસો આપ્યો નથી. ભારતમાં સ્ટાર્ટ અપ અને એપના વિકાસને તેનાથી મોટો ધકકો પડે છે અને ગુગલ કે જે હાલ ભારતમાં વર્ચસ્વ ધરાવે છે ત્યાં પોતાની પોઝીશન મજબૂત બનાવવા અન્યને આગળ આવવા દેતો નથી.


Related News

Loading...
Advertisement