સુત્રાપાડાના વડોદરા (ઝાલા) ગામે ડી-સેલિનેશન પ્લાન્ટ શરૂ કરવા સામે ઉગ્ર રજુઆત

12 October 2020 12:32 PM
Vadodara
  • સુત્રાપાડાના વડોદરા (ઝાલા) ગામે ડી-સેલિનેશન પ્લાન્ટ શરૂ કરવા સામે ઉગ્ર રજુઆત

છેલ્લા દસ દિવસથી કિસાનો દ્વારા ચાલતા ધરણા-આંદોલનમાં ખેડૂત સમાજના જિલ્લા આગેવાન દ્વારા સમસ્યા જાણી માંગ ઉઠાવી

વેરાવળ તા.1ર
સુત્રાપાડા તાલુકાના વડોદરા (ઝાલા) ગામે ખારા પાણીને મીઠું બનાવવાના ડી-સેલિનેશન પ્લાન્ટ રદ કરવા અંગે ગુજરાત ખેડુત સમાજ દ્વારા રાજયના મુખ્યમંત્રી સહીતનાને મુદાસર લેખીત રજૂઆત કરેલ છે.

ગુજરાત ખેડૂત સમાજના ગીર-સોમનાથ જીલ્લાનાં પ્રમુખ ભગવાનભાઇ સોલંકી તથા ઉપપ્રમુખ જયેશભાઇ મેર દ્વારા કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, વડોદરા (ઝાલા) ગામે અરબી સમુદ્ર કિનારે રેવન્યુ સર્વે નં.797ા1 ની ગોચરની સદરના વિસ્તાર હે.146-16-69 ચો.મી જમીનમાંથી હે 12-00-00 ચો.મી જમીન ડી-સેલિનેશન ખારા પાણીને મીઠું બનાવવાનાં પ્લાન્ટ બનાવવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને ભાડાપેટે ફાળવી આ જમીન ઉપર ખારા પાણીને મીઠું બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મેગા પ્લાન્ટ સ્થાપવા સામે વડોદરા (ઝાલા) ગામના સ્થાનિક ખેડૂતો દ્વારા છેલ્લા દસેક દિવસથી ધરણા કરી વિરોધ કરવામાં આવી રહેલ છે.

આ બાબતે સ્થાનિક ખેડૂતોના પરીવારની બહેનો દ્વારા જીલ્લા કલેકટર સહીતનાને આવેદનો પણ આપવામાં આવેલ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જમીનનો કબ્જો મેળવવાની કાર્યવાહી દરમ્યાન ખેડૂતો દ્વારા શાંતિપૂર્વક વિરોધ કરવા જતા સ્થાનિક પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવામાં આવેલ જે દુ:ખની બાબત છે.

આ અંગે મુખ્યમંત્રીને પ્રશ્નનું નિરાકરણ લાવવા અપીલ કરતા વધુમાં જણાવેલ કે, (1) વડોદરા (ઝાલા) ગામની આ રેવન્યુ ગોચર હેડે ચાલતી જમીન માંથી હે 12-00-00 ચો.મી જમીન ડી-સેલિનેશન ખારા પાણીને મીઠું બનાવવાનાં પ્લાન્ટ બનાવવા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને ભાડાપેટે ફાળવવા સામે સ્થાનિક ગ્રામ પંચાયત ગ્રામ સભા દ્વારા જમીન નહી ફાળવવા ગ્રામ્યજનો દ્વારા સર્વાનુંમતે ઠરાવ કરી ગામની ગોચર જમીન ઉપર પ્લાન્ટ સ્થાપવાનો વિરોધ કરવામાં આવેલ છે

અને આમ સ્થાનિક ગ્રામ પંચાયતનાં અભિપ્રાય વગર લોકોને સાંભળ્યા વગર જમીન ફાળવવાથી ખેડૂતો અને તંત્ર વચ્ચે ઘર્ષણ ઉભું થયેલ છે જે બાબતે રાજ્ય સરકારનાં જવાબદાર વિભાગ દ્વારા સ્થાનિક લોકોને પ્લાન્ટની સંપૂર્ણ માહિતી આપી લોકોને પોતાના પ્રશ્નો કરવાનો અવસર આપવો જોઇતો હતો જે કાર્યવાહી કર્યા સિવાય તંત્ર દ્વારા સીધા જ જમીનનો કબજો લેવા ગયેલ હોય જે ગેરબંધારણીય છે, (ર) જે જમીન ઉપર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે

તે દરીયા કિનારો ડોગરી એટલે કે ચુનીયા પથ્થરનો બ્લેટ છે. જે ચુના પથ્થરનું કામ કુદરતી આરો જેવું છે. આ પથ્થરનો બેલ્ટ વરસાદી પાણીની સંગ્રહ શક્તિથી જમીનનું ભૂગર્ભ મીઠું ખેતીલાયક અને પીવા લાયક જળ સમગ્ર વર્ષ દરમ્યાન સતત સંગ્રહ કરી રાખે છે તેથી સ્થાનિક ખેડૂતો દ્વારા ખુબ મોટા આર્થિક ખર્ચ કરી ખેતીમાં શિયાળુ અને ઉનાળુ પાક માટે સીંચાઇ માટે આ જમીનની આજુ-બાજુમાં અંદાજીત 150 કુવાઓ બનાવવામાં આવેલ છે અને ભૂગર્ભ પાઇપ લાઇન બેસાડી ખેડૂતો આ જમીન ઉપરનાં કુવામાંથી પોતાના ખેતરો સુધી ખેતીલાયક મીઠું જળ ઉપયોગમાં લેવામાં આવે છે

તે કુવાઓ અને પાણીની પાઇપ લાઇન આ પ્લાન્ટ આવવાથી નષ્ટ થશે તેથી ખેડૂતોને આર્થિક મોટું નુકશાન વેઠવું પડશે માટે આ પ્લાન્ટ અન્ય જગ્યાએ સ્થાળાતર કરવાની માંગ કરેલ છે. (3) જે જમીન ઉપર પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે તે વિસ્તારમાં ખુબ મોટા પ્રમાણમાં જંગલી ગાડા બાવળો આવેલા છે અને આ બાવળનાં વુક્ષો દરીયાઈ ક્ષારવાળી હવા તથા દરિયા કિનારાની ક્ષારવાળી રજકણોને ખેડૂતોની ખેતીલાયક જમીમાં આવતા અટકાવવાનું કુદરતી સિપાઇ તરીકેનું કામ કરે છે.

આ પ્લાન્ટ સ્થાપવા બાવળોનાં વુંક્ષોનું કટિંગ થતા આ જમીની આસ-પાસની ખેડૂતની ખેતીલાયક જ્મીનમાં ક્ષારનું પ્રદુષણ ફેલાતા અહીના ખેડૂતોની ખેતીલાયક ફળદ્રુપ જમીન બંજર બની જશે ત્યારે આ પ્લાન્ટ માટે જીલ્લાના આટલા લાંબા દરીયા કિનારાની અન્ય જગ્યા ઉપર સ્થળાંતર કરવા હાલ સુત્રાપાડા તાલુકા પંચાયત કારોબારી સમિતિ સમક્ષ તાલુકાના ક્દવાર ગ્રામ પંચાયત દ્વારા આ પ્લાન્ટ પોતાના ગામની જમીન ઉપર કોઇ નુકશાની ન હોય ત્યાં સ્થાળાતર કરી બેસાડવા માંગણી કરવામાં આવેલ અને સરકારે આ બાબત ધ્યાને લઇ વિચારણા કરવી જોઇએ તેમ જણાવેલ છે.

(4) વર્તમાનમાં પ્લાન્ટ સ્થાપવા માટે સ્થાનિક તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબજો મેળવવાની કાર્યવાહી કરવા પહેલા આ પ્લાન્ટ માટે સરકારનાં જુદા-જુદા મંત્રાલયનાં પર્વતમાન કાયદાઓ અન્વયે મંજુરી મેળવવી જરૂરી હોય જેમાં પર્યાવરણ, સી.આર.ઝેડ., ફોરેસ્ટ એનોસી, વાઇલ્ડ લાઇફ એનઓસી, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તરફથી સી.ટી.ઇ., સી.ટી.ઓ.,એન.ઓ.સી., પ્લાન્ટ સ્થાપવા મંજુરીઓ મેળવેલ ન હોવાનું જણાવી પ્રથમ મંજુરીઓ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરેલ છે અને આ તમામ મુદાઓનું નિરાકરણ લાવવાની માંગ કરેલ હોવાનું રજૂઆતના અંતમાં જણાવેલ છે.


Loading...
Advertisement